GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો ગળેફાંસો: રૂ. 3.50 લાખના વ્યાજ વટાવમાં કાર પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરાતા આત્મહત્યા

 

MORBI:મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો ગળેફાંસો: રૂ. 3.50 લાખના વ્યાજ વટાવમાં કાર પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરાતા આત્મહત્યા

 

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને મજૂરીકામ કરતા અમૃતસિંહ દાનુભા જાડેજા નામના યુવાને વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને પઠાણી ઉઘરાણીથી કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે મૃતકની પત્નીએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આર્થિક તંગી અને ધાકધમકી: ધંધો બરાબર ન ચાલતો હોવાથી અમૃતસિંહે મયુરભાઈ ડોડિયાની મધ્યસ્થીથી યુવરાજભાઈ ઉર્ફે લાલાભાઈ પાસેથી રૂ. 3.50 લાખ વ્યાજે લીધા હતા.વ્યાજ ચૂકવ્યા છતાં કાર પડાવી લીધી: વ્યાજની રકમ ચૂકવી દીધી હોવા છતાં, આરોપીઓએ એકબીજાની મદદગારીથી અમૃતસિંહની ફોરવ્હીલ કાર (નંબર: GJ-36-AR-8000) પોતાની પાસે જબરીથી રાખી લીધી હતી.

માનસિક ત્રાસ: યુવકે પોતાની કાર પરત માગતા આરોપીઓએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને અવારનવાર ફોન કરીને માનસિક હેરાનગતિ પહોંચાડી હતી.આ સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આખરે અમૃતસિંહે જીવન ટૂંકાવી લીધું હતું.મૃતકની પત્નીની ફરિયાદના આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે નીચે મુજબના બે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે: મયુરભાઈ ડોડિયા (રહે. ચરાડવા, તા. હળવદ) યુવરાજભાઈ ઉર્ફે લાલાભાઈ (રહે. કોંઢ, જી. સુરેન્દ્રનગર) પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!