GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર સીટીના સબ સ્ટેશનમાં રિએક્ટર ચોરીના ગુનામાં પોણા બે વર્ષથી ફરાર ૩ આરોપીઓ મોરબીથી ઝડપાયા

 

WAKANER:વાંકાનેર સીટીના સબ સ્ટેશનમાં રિએક્ટર ચોરીના ગુનામાં પોણા બે વર્ષથી ફરાર ૩ આરોપીઓ મોરબીથી ઝડપાયા

 

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સબ સ્ટેશનમાંથી રિએક્ટર ચોરી થવાના ગુનામાં છેલ્લા પોણા બે વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા ત્રણ આરોપીઓને મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમી મળતાની સાથે જ મોરબી તાલુકા પોલીસની ટીમે ધરમપુર રોડ પર આવેલા સુરાપુરા દાદાના મંદિર નજીક દરોડો પાડીને ત્રણેય આરોપીઓની અટકાયત કરી હતી.

પકડાયેલ આરોપીઓ અરવિંદભાઈ બચુભાઇ વિરમગામીયા (ઉં.વ. ૩૩, રહે. વીસીપરા, મદીના સોસાયટી, મોરબી-૦૧) વનરાજભાઈ દેવરાજભાઇ કુંઢીયા (ઉં.વ. ૨૦, રહે. લીલાપર ચોકડી, જોગમાયા દુકાનની પાછળ, મોરબી) કાટીયો ઉર્ફે અશોકભાઈ નરસીભાઇ વિરમગામીયા (ઉં.વ. ૩૫, રહે. મફતીયાપરા, કુળદેવ પાનની બાજુમાં, મોરબી) પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી, આગળની તપાસ અને વધુ કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!