GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના હડમતીયા ગામની સીમમાં જુગાર રમતા ૪ ઇસમો સામે કાર્યવાહી: ૨૮,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ

 

TANKARA:ટંકારાના હડમતીયા ગામની સીમમાં જુગાર રમતા ૪ ઇસમો સામે કાર્યવાહી: ૨૮,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ

 

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસ દરમિયાન ગેરકાયદેસર જુગાર તથા દારૂની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

પેટ્રોલીંગ દરમિયાન ટંકારા પોલીસને બાતમી મળી હતી કે હડમતીયા ગામની સીમમાં ઘુનડા જવાના રસ્તે જાહેરમાં કેટલાક ઇસમો ગોળકુંડાળુ વાળીને જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી જુગાર રમતા ઇસમોને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા તથા નાસી છૂટેલા આરોપીઓ:૧. જેરામભાઇ મોહનભાઇ ખાખરીયા (ઉ.વ. ૫૦, રહે. હડમતીયા) ૨. સાગરભાઈ કાનજીભાઈ ખાખરીયા (ઉ.વ. ૩૨, રહે. હડમતીયા) ૩. કાનજીભાઇ પ્રેમજીભાઇ ખાખરીયા (ઉ.વ. ૫૫, રહે. હડમતીયા) ૪. પ્રવિણભાઇ ઉર્ફે ગુડો ગગજીભાઇ વાઘેલા (રહે. હડમતીયા – દરોડા દરમિયાન નાસી છૂટેલ) કબ્જે કરેલ મુદ્દામાલ: રોકડ રકમ: રૂ. ૨૩,૨૦૦/- મોબાઇલ ફોન: ૧ નંગ (કિંમત રૂ. ૫,૦૦૦/-) અન્ય: ગજીપતાના પાના નંગ-૫૨ કુલ મુદ્દામાલ: રૂ. ૨૮,૨૦૦/- ટંકારા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!