GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના જૂના ધનાળા ગામે જુગારધામ પર પોલીસ ત્રાટકી, ૬ શખ્સો ઝડપાયા 

 

HALVAD:હળવદના જૂના ધનાળા ગામે જુગારધામ પર પોલીસ ત્રાટકી, ૬ શખ્સો ઝડપાયા

 

હળવદ તાલુકાના જૂના ધનાળા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા છ શખ્સોને હળવદ પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે રેઇડ પાડીને ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂા. ૧૪,૫૫૦ ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે જૂના ધનાળા ગામે જાહેરમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી જુગાર રમતા ૬ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓના નામ:અશોકભાઈ પ્રેમદાશભાઇ વૈષ્ણવ (રહે. આનંદ પાર્ક, હળવદ) લલીતભાઈ હિંમતલાલ ઠાકર (રહે. વેલાળા, તા. મૂળી, જી. સુરેન્દ્રનગર) સંજયભાઈ ધારાભાઈ રંગપરા (રહે. વેલાળા, તા. મૂળી, જી. સુરેન્દ્રનગર) કરશનભાઈ નારણભાઈ સોનાગ્રા (રહે. નવા ધનાળા, તા. હળવદ) નીરવભાઈ પ્રવિણભાઈ ચૌહાણ (રહે. દંતેશ્વર દરવાજા પાસે, વકીલ શેરી, હળવદ) દિનેશભાઈ ઓગળભાઈ ઝીંઝવાડિયા (રહે. જૂના ધનાળા, તા. હળવદ) પોલીસે આરોપીઓ પાસેથી રૂા. ૧૪,૫૫૦/- ની રોકડ રકમ કબ્જે કરી તેમની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!