MORBI:મોરબીના સરવડ ગામે સ્વ. યશકુમાર રાવલની પવિત્ર સ્મૃતિમાં ધૂન-ભજનનું આયોજન




MORBI:મોરબીના સરવડ ગામે સ્વ. યશકુમાર રાવલની પવિત્ર સ્મૃતિમાં ધૂન-ભજનનું આયોજન

મોરબી જિલ્લાના માળિયા (મી) તાલુકાના સરવડ ગામે સ્વ. યશકુમાર ઘનશ્યામભાઈ રાવલની પવિત્ર સ્મૃતિમાં તથા દિવંગત આત્માને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી ભક્તિમય ધૂન-ભજનના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમની વિગત: તારીખ: ૦૧/૦૯/૨૦૨૬ (મંગળવાર)સમય: સાંજે ૭:૩૦ વાગ્યે સ્થળ: રાવલ પરિવારનું નિવાસસ્થાન, ગામ: સરવડ, તા. માળિયા (મી), જી. મોરબી સંગીત બ્રહ્મ: સતનામ ધૂન મંડળ – મોરબી (“શ્રી રામ જય રામ જય જય રામ”) આ ધાર્મિક પ્રસંગે ‘સતનામ ધૂન મંડળ – મોરબી’ દ્વારા રામધૂન અને ભજનોની રમઝટ બોલાવવામાં આવશે. રાવલ પરિવાર દ્વારા સ્વ. યશકુમારના તમામ સ્નેહીજનો,સગા-સંબંધીઓ તથા ગ્રામજનોને આ પ્રસંગે હાજર રહી દિવંગત આત્માની શાશ્વત શાંતિ અર્થે શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


