GUJARATMORBIWANKANER

WAKANER:વાંકાનેરના મેસરીયા-ભલગામ રસ્તેથી જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા 

 

WAKANER:વાંકાનેરના મેસરીયા-ભલગામ રસ્તેથી જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા

 

વાંકાનેર તાલુકાના મેસરીયાથી ભલગામ તરફ જતા રસ્તે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે રોકડ રકમ તથા ગંજીપતાના પાના સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી સખત સૂચનાઓ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હતી. વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન મેસરીયાથી ભલગામ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીઓ:ઉગમભાઇ ગોરધનભાઈ ભાલીયા (રહે. ભલગામ) દિનેશભાઇ ભુપતભાઇ ફતેપરા (રહે. ભલગામ) રમેશભાઈ રાયધનભાઇ ભાલીયા (રહે. ભલગામ) ભાવેશભાઇ વલ્લભભાઇ ભાલીયા (રહે. ભલગામ) શીવરાજભાઇ ખોડાભાઇ ભાલીયા (રહે. ભલગામ)કબ્જે કરેલ મુદ્દામાલ: રોકડ રકમ: રૂ. ૧૪,૯૫૦/- ગંજીપતાના પાના: ૧ કેટ (૫૨ પાના) પોલીસે પાંચેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!