SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૬મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ.

તા.07/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાટડીમાં સુરજમલજી હાઇસ્કુલ ખાતે કરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાની ૨૬મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે બેઠક યોજાઇ હતી બેઠકમાં જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની ૨૬મી જાન્યુઆરી-પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાટડીની સુરજમલજી હાઇસ્કુલ ખાતે કરવામાં આવશે.આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કે.સી. સંપટે જિલ્લા કક્ષાના આ પર્વની શાનદાર ઉજવણી કરવા માટે દરેક વિભાગોને પોતાના વિભાગની લાગુ પડતી કામગીરી સુપેરે નિભાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા જણાવ્યું હતું. તેમજ વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ તૈયાર કરવા તેમજ ટેબ્લો પ્રદર્શન ગોઠવવા અંગે પણ સંબંધિત અધિકારીઓને કલેક્ટરએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ બેઠકમાં સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ, પરેડ નિરીક્ષણ, વિવિધ વિભાગોના સ્ટોલ અને ટેબ્લો પ્રદર્શન, સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, આમંત્રણ પત્રિકા, પૂર્વ સંધ્યાએ રોશની સહિતના વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ. રાયજાદા, પાટડી પ્રાંત અધિકારી ભાવનાબા ઝાલા સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!