૭૪ મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લા માહિતી કચેરીના ૨ કર્મચારીનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કરાયુ.
તા.26/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૪ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરજમલજી હાઇસ્કુલ – પાટડી ખાતે કરવામાં આવી હતી આ ઉજવણી નિમિત્તે જિલ્લાનાં ૬૦ થી વધુ અધિકારી-કર્મચારીઓનું ઉત્તમ કામગીરી કરવા બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી આ ૬૦ થી વધુ કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જિલ્લા કલેક્ટરએ આ તમામ અધિકારીઓ-કર્મચારીઓને અભિનંદન પાઠવતા આ જ પ્રમાણે સારી કામગીરી કરતા રહેવા અને અન્યોને માટે પ્રેરણારૂપ બનવા જણાવ્યું હતું સરકારની કલ્યાણકારી યોજનાઓનાં પ્રચાર-પ્રસાર સંબંધિત સારી કામગીરી બદલ સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીનાં કર્મચારીઓને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરાયા આ પ્રસંગે સરકારની કલ્યાણકારી યોજનાઓનાં પ્રચાર-પ્રસાર સંબંધિત ઉત્તમ કામગીરી બદલ જિલ્લા માહિતી કચેરીના સિનિયર સબ એડિટર શક્તિ મુંધવા, માહિતી મદદનીશ અરૂણા ડાવરાને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!