GIR SOMNATHGUJARATUNA

ગીર ગઢડા પોલીસની શી-ટીમ દ્વારા સિનિયર સિટીઝનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

 

(ધર્મેશ જેઠવા ઉના)

ગીર ગઢડા પોલીસ સ્ટેશનની શી-ટીમ દ્વારા સિનિયર સિટીઝનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન ત્યારે આ પવિત્ર તહેવારના દિવસે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પોલીસ મથક વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનોને ગીર ગઢડા પોલીસ સ્ટેશનની શી-ટીમના મહિલા પોલીસ કર્મીઓ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી.
ગીર ગઢડા પોલીસ મથકે શી-ટીમ કાર્યરત છે જે હર હંમેશ સિનિયર સીટીઝન,મહિલાઓ અને બાળકોને મદદ રૂપ બને છે,શી-ટીમ દ્વારા અલગ અલગ જાગૃકતાના કાર્યક્રમો પણ યોજીને લોકોને માહિતી પ્રદાન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને સિનિયર સીટીઝનને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે ત્યારે આજના આ ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર રક્ષાબંધનના દિવસે ગીર ગઢડા પોલીસની શી-ટીમના મહિલા પોલીસ ગીતા બહેન ડાભી સહિતના સ્ટાફ દ્વારા પોલીસ મથકના અલગ અલગ વિસ્તારોમાં રહેતા સિનિયર સીટીઝનને રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!