JUNAGADHVANTHALI

વંથલીમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન

પોલીસ તંત્રમાં ગુના ડિટેકશનમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓ તેમજ નાગરિકલક્ષી કામગીરી કરનારા વહીવટી, આરોગ્ય ,પંચાયત, માહિતી, વન, અને આઈસીડીએસના કર્મયોગીઓનું સન્માન કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : વંથલી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ચાલુ વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓ તેમજ સંસ્થાઓના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ કલેક્ટર કચેરી અંતર્ગત રેવન્યુમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આસિસ્ટન્ટ કલેકટરશ્રી હનુલ ચૌધરી, અધિક કલેકટરશ્રી એલ. બી .બાંભણીયા, કલેક્ટર કચેરીનાશ્રી હરદીપ પટેલ, આર.વી. ચૌહાણ, જયેશ રાઠોડ, વિશાલ વાળા તેમજ શ્રેષ્ઠ સરપંચ તરીકે અગતરાયના રાજેશભાઈ મારડિયા, સેલરાના પરબતભાઈ પિઠીયા, પંચાયત વિભાગમાં નિબંધ સ્પર્ધામાં સાસણના ભટ્ટી અરમાન, આંબલીયાના સુમરા સમીર અને ખજુરી હડમતીયાના મહેતા વિવેકનું સન્માન કરવામાં આવ્યું હતું.
પોલીસ વિભાગમાં ગુના ડિટેકશન અને અન્ય શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે. જે ગઢવી, માંગરોળના પી.એસ.આઇ એસ.એ.સોલંકી તેમજ પોલીસ કર્મીઓ ઉમેશભાઈ વેગડા, દિવ્યેશભાઈ ડાભી, અનિરુદ્ધભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. અન્ય વિભાગોમાં વન વિભાગના માર્ગદર્શન હેઠળ લાઈન નેચર રેસક્યુ ટીમનું તેમજ જીવદયા કામગીરી બદલ કેતનભાઇ દોશી અને ૧૦૮ માં વિસાવદરના પાયલોટ હરેશભાઈ દવે, રમતગમત સંગીત સાહિત્ય કેટેગરીમાં માંગરોળના રમેશભાઈ જોશી, જૂનાગઢના વિપુલભાઈ ત્રિવેદી, ગિરનાર સ્પર્ધામાં લાલાભાઇ પરમાર તેમજ મોરી રોનિતભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આરોગ્ય કેન્દ્રની કામગીરી બદલ મેસવાણ, કંકાણા, દાત્રાણા, મોટીમોણપરી, મજેવડી અને કેવદ્રા તેમજ કેશોદ સરકારી હોસ્પિટલની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.
વંથલી આઈસીડીએસમાં આંગણવાડી કાર્યકર બકુત્રા નિર્મળાબેન અને ગઢીયા મીનાક્ષીબેન તેમજ કલ્યાણકારી યોજનાના પ્રચાર પ્રચાર ગવર્મેન્ટ સોશિયલ – ઇલેક્ટ્રોનિક મીડિયાની કામગીરી બદલ જિલ્લા માહિતી કચેરીના અશ્વીન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!