NARMADASAGBARA

સગર્ભા મહિલા માટે 108 એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ બની, હોસ્પિટલ જતા રસ્તામાં ડિલિવરી કરાવાઈ

સગર્ભા મહિલા માટે 108 એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ બની, હોસ્પિટલ જતા રસ્તામાં ડિલિવરી કરાવાઈ

રાજપીપળા: જુનેદ ખત્રી

સાગબારાના એક ગામની સગર્ભા મહિલા માટે ૧૦૮ આશીર્વાદરૂપ નીવડી છે તારીખ ૩૦/૦૧/૨૦૨૩ રોજ સાગબારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક સગર્ભા મહિલા ડિલિવરી માટે દાખલ હતા સામુહિક આરોગ્ય કેન્દ્રમા તેમની ડિલિવરી શક્ય ન હતી એમ જણાતા ત્યાંના ડૉક્ટર દ્વારા તેમને ડિલિવરી માટે ઝગડીયા સેવારૂરલ હોસ્પિટલ ખસેડવા ૧૦૮ ને કોલ કર્યો હતો ઈએમટી વિદ્યાબેન વસાવા અને પાયલોટ નાઝીમ મલેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાગબારા હોસ્પિટલમાં પહોંચી દર્દીને ૧૦૮ એમ્બ્યુલન્સમા લઈ ઝગડીયા જવા રવાના થયાં ત્યારે રાજપારડી પાસે પોંહચતા દર્દીને ડિલિવરીનો દુખાવો ઉપાડતા એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી કરાવી પડશે એમ emt વિદ્યાબેનને માલુમ પડતા તેમણે એમ્બ્યુલન્સ રોડની સાઈડમાં ઊભા રાખાવી અને એમ્બ્યુલન્સ માંજ સફળ ડીલેવરી કરાવી,જેમાં ડીલીવરી કર્યા બાદ બાળકની તપાસ કરતા બાળકના ગળામાં નાળ વીંટળાયેલી હોવાથી તેને સુરક્ષીત રીતે કાઢી અને કોર્ડ ક્લેમ કરી તથા ત્યાર બાદ બાળક મેલું પાણી પી ગયું હોવાથી ઇએમટી એ બાળકના મોંમાંથી વેક્યુમ દ્વારા મેલું પાણી અને મળ કાઢી બેબીને રબ કરી રિસસીટેટ કર્યું ત્યારબાદ બાળક રડવા લાગ્યો માતાને રૂટીન કેર કરી હેડ ઓફિસ ખાતે બેસતા ફિઝિશિયન ડોકટરની સલાહ અનુસાર માતાને બાળકને વધારે સારવાર આપી નવજાત બાળક અને તેમની માતાનો જીવ બચાવ્યો હતો ત્યારબાદ સેવા રૂરલ ઝઘડિયા હોસ્પિટલ ખાતે સુરક્ષીત પહોંચાડી વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!