NANDODNARMADA

રાજપીપળા જૂના સિવિલ હોસ્પિટલમાં યોજાયેલ મેડિકલ કેમ્પમાં ૧૬૯ જેટલા બાળકોએ લાભ લીધો

રાજપીપળા જૂના સિવિલ હોસ્પિટલમાં યોજાયેલ મેડિકલ કેમ્પમાં ૧૬૯ જેટલા બાળકોએ લાભ લીધો

૭૯ બાળકોને વધુ સારવારની જરૂરિયાત જણાતા આગળ મોકલાયા

કેમ્પ દરમિયાન બાળ રોગ, માનસિક રોગ, હાડકાં, કાન-નાક-ગળા તેમજ આંખના નિષ્ણાંત તબીબોએ સેવા પુરી પાડી

રાજપીપલા : જુનેદ ખત્રી

શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન મળી આવેલ “૪-ડી” જન્મજાત ખોડ, ઉણપ, રોગ અને વિકાસલક્ષી વિલંબ તથા વિકલાંગતા ધરાવતા બાળકોની સંદર્ભ સેવાના ભાગરૂપે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી અંકીત પન્નુની રાહબરીમાં નાંદોદના ધારસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર રાજપીપલા ખાતે “૪-ડી” આરોગ્ય કેમ્પ યોજાયો હતો.

વ્યાપક બાળ આરોગ્ય સંભાળ સુચિત કરે છે કે જન્મથી લઇને ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને અમુક ચોક્ક્સ આરોગ્ય અવસ્થાઓ માટે સંપુર્ણ આરોગ્ય સેવાઓ મળવી જોઇએ.આ અવસ્થાઓમાં રોગો(Diseases) ઉણપો(Deficiencies) વિકલાંગતા(Disability) અને વિકાસમાં વિલંબ (Developmental delay ) ૪-ડી નો સમાવેશ થાય છે. સાર્વત્રિક આરોગ્ય તપાસને કારણે બાળકોની તબીબી અવસ્થાઓનું ઝડપી નિદાન અને સારવાર હસ્તકક્ષેપ થઇ શકે છે જેને કારણે બાળ મરણ, રોગિષ્ઠ મનોદશા અને આજીવન અપંગતા જેવી અવસ્થાઓમાં ઘટાડો થાય છે. જ્યારે બાળ મરણના કિસ્સાઓ ઘટયા છે ત્યારે આ ઊગરી ગયેલા બાળકોનું જીવન ધોરણ ઊંચુ લાવવાની દિશામાં રચનાત્મક કામગીરી થઇ રહી છે. નર્મદા જિલ્લામાં શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નવજાત શિશુ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકો ધો. ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા તમામ વિધ્યાર્થીઓ ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકો, આશ્રમશાળા, મદ્રેશા, ચિલ્ડ્રન હોમના બાળકોને ભારત સરકારની ગાઇડલાઇન “4D” પ્રમાણે આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે.

આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં આર.બી.એસ.કે. ટીમ દ્વ્રારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન શોધી કાઢવામાં આવેલ “૪-ડી” – જન્મજાત ખોડ , ઉણપ , રોગ અને વિકાસલક્ષી વિલંબ તથા વિકલાંગતા ધરાવતા બાળકોની સંદર્ભસેવાના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ લાભાર્થી-૧૬૯ નોંધાયા હતા. જે પૈકી જન્મજાત ખામી ધરાવતા બાળકો-૧૦, ઉણપ ધરાવતા બાળકો-૬૭, રોગ ધરાવતા બાળકો-૫૩, વિકાસલક્ષી વિલંબ અને વિકલાંગતા ધરાવતા બાળકો-૧૯ અને અન્ય રોગ ધરાવતા બાળકો-૨૦ નો સમાવેશ થાય છે. આ કેમ્પમાં બાળરોગ નિષ્ણાંત ધ્વારા તપાસવામાં આવેલ બાળકો-૧૨૦, માનસિક રોગના નિષ્ણાંત ધ્વારા તપાસવામાં આવેલ બાળકો-૨૦, હાડકાના નિષ્ણાંત ધ્વારા તપાસવામાં આવેલ બાળકો-૧૫, આંખના નિષ્ણાંત ધ્વારા તપાસવામાં આવેલ બાળકો-૧૫, કાન-નાક-ગળાના નિષ્ણાંત ધ્વારા તપાસવામાં આવેલ બાળકો-૧૨ હતા. કુલ લાભાર્થીમાંથી સ્થળ ઉપર સારવાર આપેલ બાળકો-૯૦ જ્યારે કુલ લાભાર્થીમાંથી વધુ સારવાર માટે મોકલેલા ૭૯ બાળકોનો સમાવેશ થાય છ. વધુ સારવારની જરૂરિયાત વાળા બાળકોને શાળા આરોગ્ય-બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ પ્રધાનમંત્રી-જન આરોગ્ય યોજના(PMJAY) અંતર્ગત નિ:શૂલ્ક તપાસ, નિદાન અને સારવાર આપવામાં આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!