MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા લોન મેળાનું આયોજન કરાયું

મોરબી જીલ્લા પોલીસવડાની સુચના મુજબ વાંકાનેર સીટી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા લોકોને નાણાકીય સહાય મળે અને એક જ સ્થળે સરકારી સહાયની માહિતી મળી સકે તે માટે લોન મેળાનું આયોજન કરાયું હતું

જેમાં વાંકાનેર સીટી પીઆઈ કે એમ છાસિયા, પીઆઈ વી પી ગોલ, પીએસઆઈ વી આર સોનાર, પીએસઆઈ એન એમ ગઢવી, પોલીસ સ્ટાફ ઉપરાંત અમીત્સિંહ રાણા, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના નીલેશભાઈ રાઠોડ, વાંકાનેર તાલુકાની સરકારી-ખાનગી અને સહકારી બેંકના અધિકારી તેમજ કર્મચારી હેલ્પ ડેસ્ક પર હાજર રહ્યા હતા

લોકોને વ્યાજખોરોના વિષચક્રમાંથી બચાવવા અને નાગરિકોને ઓછા વ્યાજે લોન મળી રહે તે માટે લોન મેળાનું આયોજન કરાયું હતું જેમાં લોન અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી આ કેમ્પમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેઓને લોન મેળવવા માટે જરૂરી માર્ગદર્શન આપવાની સાથે-સાથે પર્સનલ લોનથી માંડીને વેપાર – ધંધા માટેની લોન મેળવવા માટે લોકોને જાણકારી આપવામાં આવી હતી. આજે યોજાયેલા કેમ્પમાં પ્રધાનમંત્રી સ્વનિધી લોન, પર્સનલ લોન, કિસાન સાથી યોજના લોન, મુદ્રા લોન, મહાનગર પાલિકાના કર્મચારીઓ માટે એકસપ્રેસ ક્રેડિટ સહિતની યોજનાઓની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!