GUJARATPATANSIDHPUR

સિદ્ધપુરમાં RAF ની 100મી વાહિની ત્વરીત કાર્યબળ દ્વારા શહેરમા ફૂટ પેટ્રોલીંગ કરવામા આવ્યુ

 

સિદ્ધપુરમાં RAF ની 100મી વાહિની ત્વરીત કાર્યબળ દ્વારા શહેરમા ફૂટ પેટ્રોલીંગ કરવામા આવ્યુ

આ પહેલા 2018 મા ફૂટ પેટ્રોલિંગ કરી
સંવેદનશીલ વિસ્તારો નો અભ્યાસ કર્યો હતો

કેન્દ્રીય પોલીસ ફોર્સ અંતર્ગત 100મી વાહિની ત્વરીત કાર્યબળના જવાનો દ્વારા ગુરૂવારે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં સહાયક કમાન્ડન્ટ રવીકુમારના નેતૃત્વ હેઠળ શહેરના આગેવાનો , કાર્યકરો સાથે શાંતિ સમિતિ ની બેઠક યોજી શહેરમા સંવેદનશીલ વિસ્તારોના
પરિચય હેતુથી કવાયત યોજવામાં આવી હતી.

સહાયક કમાન્ડન્ટ રવીકુમારના નેતૃત્વ હેઠળ અને ગોવિંદ પ્રસાદ ઉનિયાલ કમાન્ડન્ટ 100મી વાહીની ત્વરીતકાર્ય બળના માર્ગદર્શન હેઠળ આ પ્લાટુને સિદ્ધપુર શહેરના પોલીસ સ્ટેશન હેઠળ આવતા નવા ટાવર થી શરૂ કરી , ઝામ્પલી પોળ , છુવાળાફળી , પથ્થર પોળ , અચલાપૂરા , અશોક સિનેમા થી એલ.એસ હાઇસ્કુલ સુધીના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પ્લાટુન દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

નિયુકત પ્લાટુનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે વાર્તાલાપ કરવાનો અને જિલ્લાના સંવેદનશીલ/ અતિસંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી મેળવવાનો રહ્યો હતો.

આ ઉપરાંત વરિષ્ઠ નાગરીકો, સામાજીક કાર્યકરો અને મહાનુભાવો સાથે વાર્તાલાપ કરવાનો અને ભુતકાળમાં થયેલા રમખાણો અને અન્ય પ્રવૃતિઓ વિશે માહીતી મેળવવા માટે પરિચયની કવાયત હાથ ધરીને છેલ્લા કેટલાક વર્ષોમાં જે તે જીલ્લાની ભૌગોલીક સ્થિતી અને છેલ્લા કેટલાક વર્ષોમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વિશે મહત્વપૂર્ણ માહીતી એકત્રિત કરવી તેમજ વિસ્તારોમાં કટોકટીની સ્થિતી દરમિયાન સાંપ્રદાયિક રમખાણો દરમ્યાન પરિસ્થિતીને નિયંત્રિત કરવામાં મદદરૂપ મુખ્ય સ્ત્રોતો શોધવા અને સ્થાનીક સત્તા સાથે સંકલન કરવા માટે, પરિચય કવાયત હાથ ધરવાનો મુખ્ય ઉદેશ્ય રહ્યો હતો.

સામાન્ય લોકોમાં સુરક્ષા દળોની છબીને મજબુત કરવાનો તેમજ અસામાજીક તત્વોને સખત પડકાર આપીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સ્થાનીક પોલીસને મદદ કરવાનો પણ આ બટાલિયનના ફુટ પેટ્રોલીંગનો હેતુ રહ્યો હોવાનુ રવીકુમારે જણાવ્યું હતું. આ કેન્દ્રીય બટાલિયનમાં પુરુષો અને મહિલાઓ મળી ૧૨૦ જેટલા જવાનો જોડાયા હતા જેમા સિદ્ધપુર પોલીસ સ્ટાફ જોડાઈને સિદ્ધપુર શહેરના વિવિધ વિસ્તારોનું પેટ્રોલીંગ કરાવાયું હતું.

 

વાત્સલ્યમ સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!