GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગરના યુવા રેપ સિંગરનું મતદાન જાગૃતિ માટેનું સોંગ સોશિયલ મીડિયામાં લોકપ્રિય

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગરના યુવા રેપ સિંગરનું મતદાન જાગૃતિ માટેનું સોંગ સોશિયલ મીડિયામાં લોકપ્રિય

મહીસાગરની આગવી ઓળખ સાથે “ચુનાવ કા પર્વ દેશ કા પર્વ” “દેશ કે લિયે વોટ કરે” થીમનો ગીતમાં ઉલ્લેખ

જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ મતદાર જાગૃતિના આ પ્રયાસ બદલ અભિનંદન પાઠવ્યા

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાજ્યમાં ૭ મી મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  નેહાકુમારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિ અંગે જિલ્લા તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેને વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

આંગણે આવેલા લોકશાહીના અવસરમાં મતદારો ઉત્સાહભેર સહભાગી બને તે માટે સામાજિક જવાબદારીના ભાગરૂપે વિવિધ ક્ષેત્રના જાણીતા વ્યક્તિઓ અચૂક મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવા પ્રેરક સંદેશ આપી રહ્યા છે ત્યારે યુવા મતદારોમાં ‘મતદાનની નૈતિક ફરજ’નો ભાવ અને જુસ્સો વધે તે માટે દેશની ભાવિ પેઢી એવા યુવાનોને લોકશાહીના આ પર્વમાં અચૂક મતદાન કરવા મહીસાગર જિલ્લાના યુવા સિંગર અભયરાજસિંહ રાઠોડે રેપ સોંગના માધ્યમથી મતદાનની અપીલ કરી છે. યુવા સિંગરને જિલ્લા કલેકટર નેહાકુમારી અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલે મતદાર જાગૃતિના આ પ્રયાસ બદલ વહીવટીતંત્ર તરફથી અભિનંદન પાઠવ્યા છે.

“ચુનાવ કા પર્વ દેશ કા પર્વ” “દેશ કે લિયે વોટ કરે” થીમ પર મહીસાગરની આગવી ઓળખ રેપ સોંગની ખાસ વિશેષતા છે. હાલ તો આ રેપ સોંગ સોશિયલ મીડીયામાં ભારે લોકપ્રિય થઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે લુણાવાડાના આ ઉભરતા રેપ સિંગર અભયરાજસિંહને શ્રી એસ કે હાઇસ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારે શાળા કક્ષાએથી જ રેપ સોંગ બનાવવામાં રસ હતો. તે નાના સર્જનાત્મક ગીતો બનાવી રજુ કરતો હતો. મિત્રો અને પરિવારે પ્રોત્સાહન આપતા અભ્યાસની સાથે આ કલા નિખારવામાં મદદ મળી છે. હાલ તે વલ્લભવિદ્યાનગર ખાતે માસ્ટરડીગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે. arbanks_ના નામથી અત્યાર સુધી અનેક રેપ સોંગ બનાવ્યા છે જે સોશિયલ મીડિયામાં યુવાવર્ગમાં જાણીતા બન્યા છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!