BHUJKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અને ભુજ તાલુકાના સંયુક્ત ઉપક્રમે કર્તવ્ય બોધ કાર્યક્રમ કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો. 

2-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દર વર્ષે 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિ થી 23મી જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ જયંતિના વચ્ચેના સમયગાળા દરમિયાન કર્તવ્ય બોધ કાર્યક્રમ ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે કચ્છ જિલ્લો અને ભુજ તાલુકાનો કર્તવ્ય બોધ કાર્યક્રમ કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષા પારુલબેન કારા ના અધ્યક્ષ સ્થાને કચ્છ યુનિવર્સિટી,કોર્ટ હોલ ખાતે યોજાયો હતો. પ્રાથમિક સંવર્ગ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજાએ અતિથિઓનુ શાબ્દિક સ્વાગત અને માધ્યમિક સંવર્ગ ગ્રાન્ટેડના  અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ કર્તવ્ય બોધ પ્રસંગ પરિચય આપ્યો હતો. શિક્ષણશાસ્ત્ર ભવન અધ્યક્ષ ડૉ. ડી એમ બકરાણીયાએ કર્તવ્ય બોધ અંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન જી-સેટ પાસ શિક્ષણશાસ્ત્ર ભવનના તાલીમાર્થીઓનું જિલ્લા પંચાયત અધ્યક્ષા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.મુખ્ય વક્તા તરીકે વિદ્યા ભારતી પ્રાંત ઉપાધ્યક્ષ મેહુલભાઈ શાહએ  કર્તવ્ય અને અધિકાર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી સરદારસિંહ મછાર એ સંગઠનની ગતિવિધિઓથી માહિતગાર કર્યા હતા.મુખ્ય અતિથિ જિલ્લા પંચાયત અધ્યક્ષા પારુલબેન કારાએ રાષ્ટ્ર હિત ને ધ્યાનમાં રાખી શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવા આહવાન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્રભાઈ પટેલ કરી હતી.આભારવિધિ માધ્યમિક સંવર્ગ જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાંઝાએ કરી હતી.કાર્યક્રમ કલ્યાણ મંત્રનું પઠન પ્રાથમિક સંવર્ગ જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલએ કરાવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ભૂજ તાલુકા અધ્યક્ષ શામજીભાઈ કેરાશિયા,મહામંત્રી પ્રવિણભાઇ ચૌહાણ, માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગના મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર અને એમ.એડ ના તાલીમાર્થીઓએ  સાંભળી હતી.આ તકે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન જયાબેન ચોપડા, શિક્ષણ સમિતિ સદસ્ય કિરીતસિંહ જાડેજા,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત મંત્રી મુળજીભાઈ ગઢવી, માધ્યમિક સંવર્ગ સંગઠન મંત્રી નયનભાઈ વાંઝા, પ્રાથમિક સંવર્ગ ઉપાધ્યક્ષ ખેતશીભાઈ ગજરા,વિભાગ સંગઠન મંત્રી કિશોરસિંહ ચુડાસમા, પ્રાથમિક સંવર્ગ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા,મહામંત્રી રમેશભાઇ ગાગલ,સંગઠન મંત્રી જખરાભાઈ કેરાશિયા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ લાભુગીરી ગોસ્વામી,મહિલા ઉપાધ્યક્ષ વર્ષાબેન પટેલ,રાજય પ્રતિનિધિ ભુપેશભાઈ ગોસ્વામી, અધ્યાપક સંવર્ગ સંયોજક ડો મહેશભાઈ બારડ,માધ્યમિક સંવર્ગ મહિલા મંત્રી મીરાંબા વસણ, માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગના  ઉપાધ્યક્ષ રૂપેશભાઇ સોલંકી તેમજ સુનિલભાઇ મહેશ્વરી, કોષાધ્યક્ષ કીતિઁભાઇ પરમાર, પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલ, અમોલભાઈ,હર્ષદભાઈ ચૌધરી,રવિભાઈ પટેલ,લક્ષમણભાઈ ગઢવી,વિનોદભાઈ સાપરા,ભરતભાઇ ધરાજીયા,રમેશભાઈ પ્રજાપતિ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!