AHAVADANG

ડાંગ જિલ્લામા હર ઘર ધ્યાન, હર ઘર યોગનો કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ડાંગ આહવા દ્વારા સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ડાંગ જિલ્લાકક્ષાનો હર ઘર ધ્યાન, હર ઘર યોગનો કાર્યક્રમ ડાંગ સ્વરાજ આશ્રમ આહવાના ટીમ્બર હોલ ખાતે તારીખ. ૨૬/૦૩/૨૦૨૩ ના રોજ સવારના ૬ થી ૮ વાગ્યાના સમય દરમ્યાન આર્ટ ઓફ લિવિંગ અને ગુજરાત રાજય યોગ બોર્ડના સંયુકત ઉપક્રમે યોજવામા આવ્યો હતો.આ કાર્યક્રમમા અંદાજીત ૫૦૦ જેટલી જનમેદની ઉપસ્થિત રહી હતી. જેમા ગીરી કન્યા વિદ્યાલયની બાળાઓ, ડાંગ સ્વરાજ આશ્રમ આહવાના વિદ્યાર્થીઓ, ગુજરાત યોગ બોર્ડ્ના સાધકો, આર્ટ ઓફ લિવિંગના સાધકો અને આહવા નગરના લોકોએ ભાગ લીધો હતો.

ડાંગ જિલ્લા યોગ કો ઓર્ડિનેટર શ્રી કમલેશભાઇ પત્રેકર દ્વારા યોગથી આ કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી. ત્યારબાદ વ્યારાના આર્ટ ઓફ લિવિંગના શ્રી ડૉ.જેનિશ દ્વારા ધ્યાનનો કાર્યક્રમ કરી તેના વિશે ખુબ જ ઉતમ જાણકારી આપી હતી.

ડાંગના ત્રણેય તાલુકાના યોગ કોચ શ્રીમતી સરિતાબેન ભોયે, શ્રી છગનભાઇ ચૌર્યા, શ્રી રમેશભાઇ કાહડોળિયા અને યોગ ટ્રેનરો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન અને સંચાલન જિલ્લા રમતગમત અધિકારીશ્રી વિરલ.ટી પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્રાંત યુવા વિકાસ અધિકારી રાહુલ તડવી દ્વારા કરવામા આવ્યુ હતુ. જેમા ડાંગ સ્વરાજ આશ્રમનો ખુબ સારો સહયોગ મળ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!