BANASKANTHAPALANPUR

વિસનગરના રાવળાપુરા ગામના રામપુરા પ્રા શાળામાં ફરજ બજાવતા ચૌધરી જીતેન્દ્રકુમાર એ નેસ્નલ ગેમ માં મેળવ્યો બ્રોન્ઝ મેડલ 

29 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વિસનગર તાલુકાના રાવળાપુરા ગામના દિવ્યાંગ શિક્ષક ચૌધરી જીતેન્દ્ર બાબુભાઇ ખેરાલુની રામપુરા પ્રા શાળામાં ફરજ બજાવે છે તેઓને તેમની નિષ્ઠાપૂર્વંક ની ફરજ માટે મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા બેસ્ટ ટીચર એવોર્ડ થી તેમજ રાજ્ય સરકાર ધ્વરા બેસ્ટ કર્મચારી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે તેઓએ આ ઉપરાંત સપોર્ટમાં બરોડા વિલચેર ક્રિકેટ એસોસિયન બનાવી સંચાલન તેમજ નેશનલ ક્રિકેટ રમી રહ્યા છે તેમજ દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા યોજાતા ખેલમહાકુંભમાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલો મેળવી ગુજરાતનું અને મહેસાણા જિલ્લાનું રોશન કરેલ છે તાજેતરમાં પેરા કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા હરિયાણા કરનાલ ખાતે યોજાયેલ 15 મી નેસ્નલ વિલચેર ફેન્સીંગ ચેમ્પિયનશીપ 2023 માં ગુજરાત તરફથી પેરા સ્પોર્ટ્સ ગુજરાત દ્વારા જીતેન્દ્રકુમાર એ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ભારતના નેસ્નલ ઇન્ટરનેશનલ પ્લયેરો ને હરાવી પ્રથમ વર્ષમાં જ ભાગ લઈ બ્રોન્ઝ મેટલ પ્રાપ્ત કરી ગુજરાતનું નામ રોશન કર્યું હતું જીતેન્દ્રકુમાર એ આ મેડલ માટે પ્રોત્સાહન આપનાર તેમના માતા પિતા તેમજ તેમના પરિવારનો,દિવ્યાંગ ફ્રેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મહેસાણાનો,પેરા સ્પોર્ટ્સ એશોસીયન ઓફ ગુજરાતનો તેમજ મિત્ર રામજીભાઈ તેમજ રામપુરાના શાળાના આચાર્ય જોશી સંગીતાબેનનો કોચ પ્રજ્ઞેશભાઈ અને સોનીભાઇ સરનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગળ ઓલમ્પિક માટે ગોલ્ડ મેડલ માટે ની આશા વ્યક્ત કરી હતી

Back to top button
error: Content is protected !!