DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

હાલારમાં મેડીકલ  સ્ટોર્સ પર સી. સી. ટી. વી. કેમેરા ફરજીયાત

હાલારમાં મેડીકલ  સ્ટોર્સ પર સી. સી. ટી. વી. કેમેરા ફરજીયાત

 

જામનગર, ( નયના દવે)

 

કેન્દ્ર સરકારશ્રીના રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગની સૂચના અનુસાર, જામનગર જિલ્લાની તમામ મેડિકલ/ ફાર્મસી સ્ટોર્સમાં કે જ્યાં ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ નિયમોની જોગવાઈઓ મુજબ Schedule H, H1 and X ડ્રગનું વેચાણ કરવામાં આવે છે, તે તમામ મેડિકલ/ ફાર્મસી સ્ટોરની અંદર અને બહાર સી. સી. ટી. વી. કેમેરા લગાવવા માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ- 1973 ની કલમ- 133 હેઠળ હુકમ કરવા માટે સૂચના થયેલી છે. 

 

જે અંતર્ગત, જામનગર જિલ્લાના તમામ મેડિકલ/ ફાર્મસી સ્ટોર માલિકોએ 1 માસના સમયમાં તેમના મેડિકલ/ ફાર્મસી સ્ટોરની અંદર અને બહાર સી. સી. ટી. વી. કેમેરા લગાવવાના રહેશે. આ કેમેરાનું રેકોર્ડિંગ કોઈ પણ સમયે જિલ્લા ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા આકસ્મિક રીતે ચેક કરવામાં આવશે.

 

જામનગર જિલ્લાના કોઈપણ મેડિકલ/ ફાર્મસી સ્ટોર માલિકો દ્વારા ઉપરોક્ત હુકમનું ઉલ્લંઘન કરવા બદલ તેમના વિરુદ્ધ કાયદાની જોગવાઈ અનુસાર કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર શ્રી બી. એ. શાહ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે

@___________________

BGB

JOURNALIST

JAMNAGAR

8758659878

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!