AMRELIAMRELI CITY / TALUKO

ચાંચ ગામે જીલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમા શાળા પ્રવેશોત્સવ યોજાયો

શિસ્ત સહિતની માળખાકીય સુવિધાઓ સુદૃઢ કરવાના હેતુ સાથે અમરેલી જીલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા રાજુલા તાલુકાના ચાંચ ગામે જીલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ રમેશ ગુરવ સાહેબના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાયો.જેમા ચાંચ ગામમા ૩ સ્કૂલમા ટોટલ ૬૫ બાળકોને શાળા પ્રવેશ આપી ગત વર્ષે શ્રેષ્ઠ પરિણામ લાવનાર શાળાના વિદ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવેલ.

શાળા પ્રવેશોત્સવમા શાળાની બાળાઓ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ ઉપર વક્તવ્ય રજૂ કરતા કાર્યક્રમની શોભા વધારેલ સાથે સાથે બાલવાટીકા તેમજ ધોરણ ૧ મા પ્રવેશ કરનાર બાળકોને દફતર કીટ આપવામાં આવેલ તેમજ ગ્રામજનોના પ્રેરકબળથી બાળકો સારા નાગરીકો ,ભારતના ધડવૈયા બની રહે તે માટે જીલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ રમેશ ગુરવ દ્વારા પ્રવેશ મેળવતા બાળકોને શુભકામનાઓ પાઠવી પોતાના અનુભવો વર્ણવ્યા હતા તેમજ સ્કૂલના ગ્રાઉન્ડમા વૃક્ષારોપણ કરાયું હતું.આ કાર્યક્રમમા જી.એચ.સી.એલ.ના રમેશભાઈ મકવાણા,કોટેચા સાહેબ,લાયઝન અધિકારી કાળુભાઈ વાઘ,પંચાયત સદસ્ય અને પૂર્વ સરપંચ સહિના ઉપસ્થિત રહેતા કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ.

તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયાના જણાવ્યા અનુસાર શાળા પ્રવેશોત્સવ નિમિતે બાળકોના વજન અને ઉંચાઈ સહિતની આરોગ્ય તપાસણી,લોહીની ટકાવારી અને બ્લડ ગ્રુપની તપાસણી,ઓઆરએસ કોર્નર દ્વારા દ્રાવણ બનાવવાની પદ્ધતી,સઘન ઝાડા નિયંત્રણ કાર્યક્રમ વિશે માહિતી આપી જીલ્લા વિકાસ અધિકારીના હસ્તે શાળા આરોગ્ય કાર્ડનું વિતરણ કરી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ.જેમા આરબીએસકે ડોકટરોની ટીમ અને આરોગ્ય સ્ટાફ જોડાયો હતો.

બીપોરજોય વાવાઝોડા અંતર્ગત જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ચાંચ ગામના દરિયાકાઠાની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવી શેલ્ટર હોમ,હોર્ડિંગ્સ અને બેનર ઉતારવાની કામગીરી તેમજ જરૂર પડ્યે લોકોના સ્થળાંતર સહિતની કામગીરીની સમિક્ષા તલાટી કમ મંત્રી ભરતભાઈ કલસરીયા,સરપંચશ્રી તેમજ ગ્રામજનો પાસેથી કરી તંત્રને જરૂરી સૂચના આપેલ જે યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટ..ભૂપત સાંખટ

અમરેલી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!