AMRELISAVARKUNDALA

સમસ્ત બાલધા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ યોજાશે.

રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ખાતે સમસ્ત બાલધા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ યોજાશે.
શ્રીંપંચ દશનામ જુના અખાડા ના મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી સહિત ભારતભર માંથી સંતો મહંતો ની ઉપસ્થિત માં દરરોજ સંતવાણી, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. કથા મંડપ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે.

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામ ખાતે સમસ્ત બાળધા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષર્થે આગામી તારીખ 29/04 સોમવાર ચૈત્ર વદ પાંચમ થી 05/05 રવિવાર ચૈત્ર વદ બારસ સુધી દરરોજ સવારે 9 થી 11:30 અને બપોરે 4 થી 6:30 સુધી શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ ભાગવત સપ્તાહ યોજાશે આ સંગીતમય શૈલીમાં શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ ભાગવત પારાયણ કથા નું પૂજ્ય શાસ્ત્રીશ્રી શરદભાઈ વ્યાસ ધરમપુર વાળા રસપાન કરાવશે આતકે શ્રીંપંચ દશનામ જુના અખાડા ના મહામંડલેશ્વર અનંત વિભૂષિત પૂજ્ય જયઅંબાનંદ ગીરીજી આશિવર્ચન પાઠવવા ઉપસ્થિત રહેશે તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય નુગેન્દ્રપ્રસાદ મહારાજ ના હસ્તે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ અંતર્ગત મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવ, ગોવર્ધન મહોત્સવ, રૂકમણી વિવાહ વગરે ધાર્મિક કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવશે તેમજ કથા દરમિયાન સાત દિવસ સુધી પૂજ્ય ભાનુપ્રકાશ સ્વામી ગઢડા ટેમ્પલ બોર્ડ, એસ.પી.સ્વામી, શાસ્ત્રી નિર્લેપ સ્વામી બોરસદ, શાસ્ત્રી હરજીવનદાસજી સ્વામી ચેરમેન ગઢડા, પૂજ્ય વિજયબાપુ સતાધાર, નારાયણદાસ સાહેબ કબીર ટેકરી, ભક્તિરામ બાપુ માનવ મંદિર, મહામંડલેશ્વર કર્ણીરામ બાપુ દુધરેજ, પૂજ્ય કરસનદાસબાપુ પરબધામ, મહામંડલેશ્વર હરિહરાનંદ ભારથી બાપુ ભારથી આશ્રમ જૂનાગઢ, મહામંડલેશ્વર નિર્મલાબા તેમજ ભયલુબાપુ પાળીયાદ, વગેરે સમગ્ર ભારતભર માંથી સંતો મહંતો અને મહામંડલેશ્વરો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહેશે આ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ દિવાળી બા હાઈસ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસગરબા, સંગીત સંધ્યા, સંતવાણી, ભજન સંધ્યા, લોક સાહિત્ય, હાસ્ય કાર્યક્રમો યોજાશે જેમાં પીઠવડી, નાના ઝીંઝુડા, મોટા ઝીંઝુડા, પીયાવા, સેંજળ, મેવસા, ધાર, ભેકરા, નાની વડાળ, ગણેશગઢ, ગાધકડા, અમૃતવેલ, મોલડી, સાવરકુંડલા વગેરે ગામો માંથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો કથા શ્રવણ કરવા પધારશે આ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ ની સમસ્ત બાલધા પરિવાર ના સભ્યો તેમજ વિનુભાઈ બાલધા, જ્યંતીભાઈ બાલધા, અશોકભાઈ બાલધા, દકુભાઈ બાલધા દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે તેમ અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.

રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!