AMRELISAVARKUNDALA

લોહાણા મહાજન ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા સર્વ જ્ઞાતિ માટે નિઃશુલ્ક શૈક્ષણિક માર્ગદર્શન સેમીનાર યોજાયો.

સાવરકુંડલા શહેર અને તાલુકાના વિવિધ ગામો માંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાવરકુંડલા નાવલી નદી કાંઠે આવેક લોહાણા મહાજન વાડી ખાતે લોહાણા મહાજન ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા સર્વ જ્ઞાતિ માટે નિઃશુલ્ક શૈક્ષણિક માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો આજની બદલતી દુનિયામાં એજ્યુકેશનનું મહત્વ અને બાળકોમાં ભણતરનો રસ કઈ રીતે કેળવવો અને મોબાઈલ તેમજ ટી.વી. અને વિવિધ ટેકનોલોજી બાળકો માટે વરદાન છે કે અભિશાપ તેનું માર્ગદર્શન અને સમજણ આપી હતી બાળકો ની મનોવૈજ્ઞાનિક પધ્ધતિથી કેવી રીતે સંભાળ લેવી.? વૈદિક મેથ્સ, યાદશક્તિ કઈ રીતે વધારવી.? તેવા અનેક કરન્ટ ટોપિક પર આપણાં વિસ્તારમાં રાજકોટના તજજ્ઞો દ્વારા બધા વાલીઓ તેમજ બાળકોને નવી બદલાતી શૈક્ષણિક પધ્ધતિને સમજવા તેમજ માર્ગદર્શન મેળવવા આપવામાં આવ્યુ હતું ધોરણ 10 અને 12 પછીના કારકિર્દીના દરેક રસ્તાઓ વિશેની સચોટ માહિતી તેમજ માર્ગદર્શન વિદ્યાર્થીઓ અને વાલી ઓને આપવામાં આવ્યું હતું આતકે સાવરકુંડલા શહેર અને તાલુકાના વિવિધ ગામો માંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર :યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!