ABADASAKUTCH

અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ માં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

1- જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટર :- રમેશ મહેશ્વરી – કચ્છ

સ્ટોરી :- રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.

અબડાસા કચ્છ :- જેમાં શાળાના આચાર્યશ્રી ફાધર સજી જ્યોર્જ દ્વારા શાળામાં દાખલ થયેલ નવા વિદ્યાર્થીઓને બેન્ડ સેટ સાથે આવકાર્યું હતું. અને તેમની આંગળી પકડીને પ્રથમ અક્ષર લખાવ્યો હતો.ત્યારબાદ શાળાના ભણતા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાર્થના ગીત નૃત્ય અને સ્પીચ રજૂ કરવામાં આવ્યા હતા.શાળામાં ભણતા ભૂતપુરા વિદ્યાર્થી રજતભાઈ જે હાલમાં ભારતિય ફોજમાં સેવા આપી રહ્યા છે તે પણ આ કાર્યક્રમમાં હાજર રહી બાળકોનું ઉત્સાહ વધાર્યો હતો. તે સાથે ગામના આદરણીય તબીબ શ્રી ડૉ તરૂણ સુરાણી સાહેબ પણ હાજર રહ્યા હતા.શાળાના વિશાળ મેદાનમાં સવારે પ્રવેશોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શાળાનાવિવિધ કાર્યક્રમો યોજાયા હતા. શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો એ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ સાથે શાળા 25 મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. તે પ્રસંગે રજત ઉત્સવ ભાગ નિમિત્તે શાળાના આગામી કાર્યક્રમ વિશે માહિતી પણ આપવામાં આવી હતી.આભાર વિધિ શાળાના આચાર્યશ્રી ફાધર ર્સજી જ્યોર્જ દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!