CHUDASURENDRANAGAR

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા એસ.ટી.બસ સ્ટેન્ડ શોભાનાં ગાંઠીયા સમુ, એક પણ ગ્રામીણ રૂટની બસ નહીં

તા.06/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચુડા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગના સુરેન્દ્રનગર જિલ્લા એસટી સંચાલીત ચુડા તાલુકા મથકે ચુડા વિસ્તારમાં લોકોને મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રૂ 231.39 લાખના ખર્ચે નિર્માણ થયું હતું જેનું 2021 માં મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ પણ કર્યું હતું ચુડા બસ સ્ટેન્ડ જે જિલ્લા મથકે રાજકોટ એસટી વિભાગ તરફથી લોકાર્પણ સમયે મુસાફરોને બસ સેવાનો લાભ તેમજ 89 ટકા ગ્રામ્ય વિસ્તારને સાંકળતી સેવાઓ, 61366 કિમી સંચાલન, 41 એક્સપ્રેસ ટ્રીપોની સુલભતાનું સંયોજન, 332 લોકલ બસની સુવિધા અને 693 લોકલ ટ્રીપોનું સંચાલન એવી અનેક સુવિધા ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી હતી પરંતુ ચુડા બસ સ્ટેન્ડને ગ્રહણ નડતા સુવિધાના અભાવે આજે પણ એકપણ બસ ચુડા બસ સ્ટેન્ડથી અન્ય ગ્રામીણ રૂટ પર જતી નથી જ્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે રાહત પાસ અન્વયે લીંબડી લાંબુ થવું પડે છે એક દિવસ ન કામ થાય તો બીજા દિવસ રજા રાખીને લીંબડી પાસ લેવા જવું પડે છે આમ સામાન્ય સુવિધા ઉપલબ્ધ ન થાય તો અન્ય વિસ્તારમાં રૂટ ચાલુ કરવાની અપેક્ષા શું રાખવી તેવો મુસાફરોમાં રાવ ઊઠી છે આ ઉપરાંત કર્મચારી વગરનું એસટી સ્ટેન્ડ માટે લાખોના ખર્ચ હાલ તો પાણીમાં ગયાનો ચૂડા બસ સ્ટેન્ડમાં ઘાટ સર્જાયો છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!