BANASKANTHADEESA

ઝાબડીયા ગામે રામાયણના પાઠ ભણાવે છે ગુરુમહારાજ

ડીસા તાલુકાના ઝાબડીયા ગામે આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજા તેમજ તેમના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ઝાબડીયા ગામમાં રામાયણનું જ્ઞાન આપવામાં આવ્યું ગુરુમહારજ સાહેબે ક્રોધ ના કરવા વિશે જણાવ્યું. જેમ શ્રી રામચંદ્રજીએ ક્રોધ કર્યા વગર પૂરી લંકા જીતી અને રાવણનો સંહાર કર્યો તે સમજાવ્યું હતું. શ્રી કૃષ્ણજીના ઉદાહરણથી જણાવ્યુ હતું માણસના સારા ગુણોને ધ્યાનમાં રાખવા જોઈએ તેના દુર્ગુણોને નહિ.ત્રણેય લોકો જીતીને પણ રાવણને આનંદ નહોતો થયો જે આનંદ રાવણને સંતો-ઋષિઓના પ્રવચન સાંભળીને આનંદ થયો હતો.દર વર્ષે દશેરાએ લોકો રાવણના પૂતળાને સળગાવે છે પણ માણસ પોતના મનમાં રહેલા ખોટા સંસ્કારો, દુર્ગુણો અને લોભ-લાલચને સળગાવતા નથી.અત્યારના લોકો ધનલક્ષ્મીના દિવા કરે છે પણ સાચા દિવા તો પરમસત્યના થાય છે સારા વિચારોનું ગ્રહણ કરશું તો આપણા ગામમાં સોનાનો સૂરજ ઉગશે જણાવ્યું હતું..

અહેવાલ ભરત ઠાકોર ભીલડી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!