JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જલારામ ભક્તિધામ ખાતે રઘુવંશી સમાજનો સમૂહ નુતન જનોઈ ધારણ નો કાર્યક્રમ યોજાયો

જુનાગઢ ખાતે આવેલા જલારામ ભક્તિ ધામ ઝાંઝરડા રોડ ખાતે રઘુવંશી સમાજ દ્વારા સમૂહ નુતન જનોઈ ધારણ કરવામાં આવી આજનો દિવસ એટલે કે શ્રાવણી પૂર્ણિમા.
સનાતન હિંદુ ધર્મ માટે આજનો દિવસ એટલે રક્ષાબંધન,બળેવ નામથી ઓળખાય છે સાથે સાથે આજે રઘુવંશી સમાજના લોકો જનોઈ ધારણ કરતા હોય છે એટલે કે વર્ષમાં એક વખત જનોઈ બદલાવતા હોય છે આજના દિવસે જુનાગઢ ખાતે આવેલા જલારામ ભક્તિધામ ખાતે સમૂહ જનોઈ ધારણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આપણી વિસરાતી પરંપરાઓને જાળવી રાખવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.
જલારામ ભક્તિ ધામ ખાતે આજે વહેલી સવારથી જ અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ આજે પૂનમ હોવાથી જલારામ બાપા ના મંદિર ના શિખર પર ધજાજી ચઢાવવામાં આવી હતી જેના મનોરથી ચેતનભાઇ રાજા પરિવાર હતો આ પરિવારે પણ ધામધૂમથી ધજાજી ચડાવી હતી ત્યારબાદ સોલાર પ્લાન્ટ અને ભોજનશાળા ઉપર ડોમ ના દાતાશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના દાતાશ્રી ડોક્ટર આહિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાંથી જલારામ ભક્તિ ધામના નિર્માણ ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી સમયાંતરે આહીયા સાહેબ દ્વારા બધી રીતે સાથ અને સહકાર આપવામાં આવતો હોય છે તેવું જલારામ ભક્તિ ધામના ટ્રસ્ટી પી.બી.ઉનડકટ સાહેબે જણાવ્યું હતું.
ત્યારબાદ રઘુવંશી સમાજે સમૂહમાં જનોઈ ધારણ (બદલવા) નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રઘુવંશી સમાજના શાશ્વત ગોર આનંદભાઈ પેરાણી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા સમૂહમાં જનોઈ ધારણ કરાવવામાં આવી હતી આનંદભાઈ પેરાણી એ પણ જણાવ્યું હતું કે રઘુવંશી સમાજ ક્ષત્રિય સમાજ છે અને જનોઈ નું શું મહત્વ છે. રઘુવંશી સમાજ શા માટે જનોઈ ધારણ કરે છે તે શાસ્ત્રોત રીતે સમજાવી અને જનોઈ ધારણ કરાવી હતી સાથે જલારામ ભક્તિ ધામના ટ્રસ્ટી પી.બી ઉનડકટ સાહેબે જણાવ્યું હતું કે જે આપણી સનાતન સંસ્કૃતિ વિસરાતી જાય છે તેને આપણે ભૂલી ન જઈએ અને શાસ્ત્રોકત રીતે આપણે આપણા દરેક કાર્યો કરીએ એના પ્રયાસ રૂપે આજે જલારામ ભક્તિધામ ખાતે શાસ્ત્રોક્ત રીતે સનાતન રીતે સમૂહ નુતન જનોઈ ધારણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જલારામ ભક્તિધામ અનેક વિવિધ કાર્યક્રમો કરતું હોય છે લોહાણા સમાજની નાગ પાંચમ ,બોળચોથ ગાયનું પૂજન જલારામ જયંતી રામ જન્મોત્સવ આવા અનેકવિધ સમાજ સેવાના કાર્યો આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે પી.બી ઉનડકટ સાહેબ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!