SAGBARA

PSi પાટિલના બેદરકારી ના લીધે સેલંબામાં કોમી હિંસાના બાદ PSIની બદલી કરાઇ,

 

PSi પાટિલના બેદરકારી ના લીધે સેલંબામાં કોમી હિંસાના બાદ PSIની બદલી કરાઇ,

જેસીંગ વસાવા

વાત્સલ્ય સમાચાર

 

નર્મદાના સેલંબામાં વિશ્વ હિન્દુ પરિષદની શૌર્ય યાત્રા દરમ્યાન થયેલા પથ્થરમારા બાદ સર્જાયેલા કોમી રમખાણમાં સાગબારાના પીએસઆઈની બદલી કરી દેવામાં આવી છે.

 

સાગબારા તાલુકાના સેલંબામાં શૌર્યયાત્રામાં કોમી અથડામણ સર્જાઈ હતી. ઘટના બાદ નર્મદા સહિત ૩ જિલ્લાનો પોલીસ બંદોબસ્ત ખડકી દઈ તોફાની તત્વોને રાઉન્ડ અપ કરી લેવાયા હતા. સેલંબામાં રમખાણો બાદ ૬ દિવસ સુધી અજંપા જેવી શાંતિ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ બજારો ખુલ્યા ન હતા. હવે આ રમખાણો બાદ સાગબારા પોલીસ મથકના પીએસઆઈ પી.વી.પાટીલની જિલ્લા પોલીસ વડા પ્રશાંત સંબેએ તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે.

 

સાગબાર માં કોમી હિંસા બાદ પીએસઆઈ પાટીલને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લીવ રિઝર્વ પર મૂકવામાં આવ્યા છે. જ્યારે સાગબારા પીએસઆઈ તરીકે એમઓબી અને પેરોલ ફ્લોના પીએસઆઈ સી.ડી. પટેલની નિમણુક કરવામાં આવી છે. જ્યારે લીવ રિઝર્વ એટેચ એસ.ઓ.યુ પીએસઆઈ રહેલા પી.આર. ચૌધરીને એમઓબી અને પેરોલ ફ્લોના પીએસઆઈ તરીકે બદલાઈ કરાઈ છે. સેલંબામાં શૌર્ય યાત્રા સમયે બંદોબસ્તમાં સાગબારા પીએસઆઈ પાટીલ સ્ટાફ સાથે હતા. જોકે પૂરતો સ્ટાફ અપાયો ન હોઈ તેની સામે બંને કોમના ટોળા ધસી આવતા સ્થિતિ વણસવા સાથે રાયોટિંગને કાબુમાં લેવામાં વધુ સમય લાગ્યો હતો, તેવું જણાવવામાં આવ્યું હતું. જેને લઈ કોમી છમકલુ રોકવામાં નિષ્ણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પર ગાજ પડી છે. પરવાનગી વગર શૌર્યયાત્રા નીકળવા દેવી અને આગલા દિવસે તોફાનનો અંદેશો હોવા છતાં પીએસઆઈને સાઈડ પોસ્ટિંગ કરી દેવાયું છે. કોમી તોફનો બદલ આમ આદમી પાર્ટના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સ્થાનિક પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!