GIR SOMNATHGIR SOMNATH

સોમનાથ ચોપાટી ખાતે અન્ડર-૧૯, અન્ડર-૧૪ અને અન્ડર-૧૭ની બીચ વોલીબોલ સ્પર્ધા યોજાઇ

સોમનાથના સાન્નિધ્યમાં યાત્રિકોએ પણ રસપૂર્વક નિહાળી વોલિબોલ સ્પર્ધાઅન્ડર-૧૯ વયજૂથમાં બહેનોમાં ગીર સોમનાથની ટીમઅને ભાઈઓમાં ખેડાની ટીમ પ્રથમઅન્ડર-૧૪ વયજૂથમાં બહેનોમાં જૂનાગઢ ગ્રામ્ય ટીમ અનેભાઈઓમાં ગાંધીનગર ગ્રામ્ય ટીમ પ્રથમબીચ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાની ટીમોના ગીર સોમનાથ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત હસ્તકના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા તા.૦૩/૧૧/૨૦૨૩ થી તા.૦૭/૧૧/૨૦૨૩ સુધી રાજ્ય કક્ષાની બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન સોમનાથ ચોપાટી પર કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ વયજૂથ મુજબ ભાઈઓ તેમજ બહેનોની સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાની ટીમોએ પોતાની રમતનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સોમનાથ ફરવા આવતા યાત્રાળુઓએ પણ રસપૂર્વક ખેલાડીઓની રમત નિહાળી હતી.આ બીચ વોલીબોલ સ્પર્ધામાં અન્ડર – ૧૯ વયજૂથમાં બહેનોમાં અનુક્રમે ગીર સોમનાથ પ્રથમ, ગાંધીનગર ગ્રામ્ય બીજા, જૂનાગઢ ગ્રામ્યની ટીમ ત્રીજા નંબરે વિજેતા થઇ છે. તેમજ ભાઈઓમાં ખેડા પ્રથમ, બીજા નંબરે સુરત શહેર અને કચ્છની ટીમ ત્રીજા નંબરે વિજેતા થઇ હતી. જ્યારે અન્ડર – ૧૪ વયજૂથમાં બહેનોમાં અનુક્રમે જૂનાગઢ ગ્રામ્ય પ્રથમ, ગીર સોમનાથ બીજા, ગાંધીનગર ત્રીજા નંબરે વિજેતા થઇ છે. તથા ભાઈઓમાં ગાંધીનગર ગ્રામ્ય પ્રથમ, જૂનાગઢ ગ્રામ્ય બીજા નંબરે અને ભાવનગર શહેરની ટીમ ત્રીજા નંબરે વિજેતા થઇ હતી. જ્યારે અન્ડર – ૧૭ વયજૂથમાં બહેનોમાં અનુક્રમે જૂનાગઢ ગ્રામ્ય પ્રથમ નંબરે, ગાંધીનગર ગ્રામ્ય બીજા નંબરે અને ગીર સોમનાથની ટીમ ત્રીજા નંબરે વિજેતા બની હતી.
આ સ્પર્ધાને સફળ બનાવવા ગુજરાત રાજ્ય વોલીબોલ એસોસીએશન, જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘ, ગીર સોમનાથ વોલીબોલ એસોસિએશન તથા સોમનાથ ટ્રસ્ટનો ખુબ સહયોગ રહ્યો હતો અને જિલ્લા રમત ગમત અધિકારીનાં માર્ગદર્શન તથા જિલ્લા રમત વિકાસ અધિકારીનાં સહકારથી આ સ્પર્ધા સુપેરે સંપન્ન થઇ હતી

વાત્સલ્ય સમાચાર
મહેન્દ્ર ટાક ગીર સોમનાથ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!