JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષસ્થાને વોર્ડનં. ૫ માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાનનું વર્ચયુલ ઉદબોધન નિહાળતા શહેરીજનો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વંચિતો સુધી પહોંચવાની પહેલના ભાગરૂપે શરૂ કરવામાં આવેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જૂનાગઢના વોર્ડ નં.૫ના  ઝાંઝરડા રોડ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ગીતાબેન પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં લોકોને રાજ્ય સરકાર
તથા કેન્દ્ર સરકારની જનહિત લક્ષી યોજનાઓ થી માહિતગાર કરાયા હતા.
આ કાર્યક્રમમાં સરકારની પીએમ સ્વનિધિ ઉજજવલા, પીએમ વિશ્વકર્મા, પીએમ ઉજજવલા, પીએમ મુદ્રા લોન, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પીએમ આવાસ યોજના અર્બન વગેરેના લાભ પ્રતિકૃતિ રૂપે આપવામાં આવ્યા હતા.
તેમજ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભ લેનાર લાભાર્થીઓએ તેના પ્રતિભાવ પણ રજૂ કર્યા હતા. વધુમાં સર્વાંગી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી.
કાર્યક્રમના આરંભે સ્વાગત પ્રવચન આસીસ્ટન્ટ કમીશનર જયેશ પી. વાજા  દ્રારા કરવામાં આવ્યું હતું.
આ તકે સ્થાયી સમીતીના ચેરમેન હરેશભાઈ પરસાણા, કોર્પોરેટર જયેશભાઈ ધોરાજીયા, ઈલાબેન બાલસ,શિલ્પાબેન જોશી, આરોગ્ય  વિભાગના સંયુકત નિયામક ભૃગુરાજભાઈ ત્રીવેદી, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, મેડીકલ ઓફીસર ડો. ચંદ્રેશ વ્યાસ, ઓફીસ સુપ્રી. જીગ્નેશભાઈ પરમાર, સેની. સુપ્રી. હાજાભાઈ ચુડાસમા,આરોગ્ય વિભાગના જસ્મીનબેન પંચાલ, વ્યવસાય વેરા અધિકારી રાજુભાઈ મહેતા, વોર્ડ પ્રભારી રાજશીભાઈ ઓડેદરા, ભરતભાઈ મુરબિયા સહિતના  અધિકારી કર્મચારી અને બહોળી  સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!