GUJARATPADDHARIRAJKOT

Rajkot: પડધરીના વચલી ઘોડી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં ૭૮ લાભાર્થીઓને મળ્યા પ્રોપર્ટી કાર્ડ

તા.૮/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અને મહિલાઓને પોષણ કિટ વિતરણ કરાયું

Rajkot: લોકોને ઘરઆંગણે સરકારી યોજનાઓના લાભ પહોંચાડતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૨ આજે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના વચલી ઘોડી ગામે પહોંચ્યો હતો. અહીં લોકોએ ઉત્સાહભેર રથના વધામણાં કર્યા હતા. આ તકે લાભાર્થીઓને ૭૮ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથને ગામેગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વચલી ઘોડી ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો સાથે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ, બહેનોને પોષણ કીટ તેમ અન્ય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ૭૮ પરિવારોને પ્રોપર્ટી કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

સરકારી સેવાઓના ઘરઆંગણે જ લાભ ઉપલબ્ધ કરાવતા વિવિધ સ્ટોલ્સ પણ અહીં લાગ્યા હતા. જ્યાંથી ગામલોકોએ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી હતી. ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત વિવિધ લાભાર્થીઓએ સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાના અનુભવ વહેંચ્યા હતા. આ તકે લોકોએ દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા માટે પુરુષાર્થ કરવાના સંકલ્પ લીધા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!