પી.એમ ઝાવડા પ્રાથમિક શાળાના ૭૫મા સ્થાપના દિન નિમિત્તે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાના ઝાવડા ગામે આવેલ પી.એમ પ્રાથમિક શાળા ઝાવડા ખાતે શાળાનો ૭૫મો સ્થાપના દિન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમનાં મુખ્ય મહેમાનો તરીકે ૧૭૧-વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી, ૧૭૩-ડાંગ વિધાનસભાના માજી ધારાસભ્ય મંગળભાઈ ગાંવિત, ડાંગ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ ડી. દેશમુખ અને નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ ખાંભુ ઉપસ્થિત રહ્યા હતા.તેમની સન્માનસભર હાજરીમાં મંચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.અહી મંગળભાઈ ગાવિત અને મોહનભાઈ કોકણીએ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસભર સંદેશો આપ્યો.આ કાર્યક્રમમાં ૬૨ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આજે સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉંચા હોદ્દા પર નોકરી સંભાળી રહ્યા છે. શાળા સંચાલન સમિતિ (એસ.એમ.સી.) સભ્યો, ભૂતપૂર્વ શાળા સ્ટાફ અને ગ્રામજનો દ્વારા તેમને પ્રસસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળામાં અગાઉ સેવા આપી ચૂકેલા અને નિવૃત્ત થયેલા શિક્ષકોમાં ભૂતપૂર્વ આચાર્ય મોહનભાઈ પટેલ, નવલભાઈ એ. ઠાકરે સહિત અન્ય શિક્ષકોનું ચાંદલો કરીને અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ.શાળાના વર્તમાન વિદ્યાર્થીઓએ ૯ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. જેનાથી સમગ્ર કાર્યક્રમમાં રોમાંચનો માહોલ છવાઈ ગયો હતો.આ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમમાં ૨૫૦૦ થી ૩૦૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગામજનો, પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને શાળા સમિતિના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.અંતે, શાળાના આચાર્યએ તમામ મહેમાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને સમિતિના સભ્યોનો હાર્દિક આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો..