Dang: આહવાના ગડદ પાસેથી રીક્ષામાં દારૂના જથ્થા સાથે એક ઝડપાયો,૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત,ત્રણ વોન્ટેડ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાની આહવા પોલીસે ગડદ ગામના પાટિયા પાસે ડોન ત્રણ રસ્તા આહવા – ચિંચલી રોડ પરથી રીક્ષામાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.તેમજ દારૂના જથ્થા સહિત ૧.૨૦ લાખ કરતાનો વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને પાયાલોટીંગ કરનાર તથા દારૂનો જથ્થો આપનાર બે ઈસમો એમ મળી કુલ ત્રણ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.આહવા પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સાકરદા ગામનો વિષ્ણુ ગામીત નવાપુરથી પીયાજીઓ રીક્ષા રજી. નં. GJ-04-W-5348 માં વિદેશી દારુનો જથ્થો ભરાવી ડાંગ જિલ્લા વિસ્તારમાં મહારાષ્ટ્ર બોર્ડરના ગામોમાં આપવા જઈ રહ્યો છે.અને રીક્ષા ની આગળ તેની પલ્સર મોટર સાયકલ રજી.નં.GJ-26-6264 નો ચાલક પાયલોટીંગ રાખી આવનાર છે. અને તે ડોન ત્રણ રસ્તા ગડદ ગામથી પસાર થનાર છે.જે બાતમીના આધારે આહવા પોલીસ સ્તફનાં માણસોએ ગડદ ગામના પાટિયા પાસે ડોન ત્રણ રસ્તા આહવા – ચિંચલી રોડ પર વોચ ગોઠવી હતી.તે વેળાએ પીયાજીઓ રીક્ષા રજી. નં. GJ-04-W-5348 આવતા પોલીસે તેની તપાસ કરી હતી.ત્યારે રિક્ષામાંથી ભારતીય બનાવટનો ગેરકાયદેસર નો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે રિક્ષા ચાલક જીગ્નેશ જયંતીભાઈ ગામીત (રહે. ભીંતભુદ્રક તા.ઉચ્છલ જી.તાપી ) ની અટકાયત કરી હતી.જોકે પાયલોટિંગ કરનાર વિષ્ણુ ગામીત નાસી છૂટ્યો હતો.પોલીસે ફૂલ દારુનો જથ્થો જેની કિંમત રૂપિયા ૩૯,૯૦૦/- તથા રિક્ષા જેની કિંમત રૂપિયા ૮૦ હજાર તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા ૧ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૧,૨૦,૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ પાયલોટિંગ કરનાર વિષ્ણુ ગામીત અને દારૂનો જથ્થો આપનાર એમ મળી કુલ ત્રણ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…