AHAVAWAGHAI

ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તથા વઘઇ તાલુકા પંચાયતમાં ભાજપ સમર્થિત પ્રમુખે સંભાળ્યો પદભાર..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ રાજેશભાઈ ગામીત,ઉપપ્રમુખ ઉષાબેન ધર્મેશ પટેલ અને વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ શંકુતલાબેન પાડવીએ વિકાસલક્ષી કામગીરીને વધુ ગતિ આપવાની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા..

ડાંગ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે રાજેશભાઈ મનસુભાઈ ગામીત તેમજ ઉપપ્રમુખ તરીકે ઉષાબેન ધર્મેશભાઈ પટેલે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો, અધિકારીઓ, ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નવનિયુક્ત હોદ્દેદારોએ ડાંગ જિલ્લાના સર્વાંગી વિકાસ, ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો વિકાસ અને જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રસંગ દરમિયાન આગેવાનો અને શુભેચ્છકોએ બંને હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી.

આ સાથે જ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા પંચાયતનાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપ સમર્થિત નવનિયુક્ત પ્રમુખે આજે સત્તાવાર રીતે પદભાર ગ્રહણ કર્યો હતો.વઘઇ તાલુકા પંચાયતમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.વઘઈ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ તરીકે સકુંતલાબેન સુભાષભાઈ પાડવીએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.ડાંગ જિલ્લા પંચાયત અને વઘઇ તાલુકા પંચાયતમાં પદભાર ગ્રહણ પ્રસંગે આગેવાનો, કાર્યકરો તેમજ સ્થાનિક લોકોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.પદભાર ગ્રહણ પ્રસંગે ડાંગ જિલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ દેસાઈ, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવીત, મહામંત્રી બુઘુ કામડી, પૂર્વ મહામંત્રી ધર્મેશ પટેલ, મંડલ પ્રમુખ પંકજ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.આજરોજ ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને ઉપપ્રમુખ તથા વઘઇ તાલુકા પંચાયતનાં  નવા પ્રમુખે પદભાર ગ્રહણ બાદ વિકાસલક્ષી કામગીરીને વધુ ગતિ મળશે તેવી આશા સ્થાનિકોમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!