‘ટાફ’ આયોજીત ‘ફટાફટી’ ફેમિલી સ્ટેન્ડ અપ કોમેડી શો ભવ્યથી અતિભવ્ય સફળતા સાથે સંપન્ન થયો.
આજ આનંદની અનુભૂતિ કરાવતી ક્ષણ છે જેના માટે લોકો લાખો કરોડો ખર્ચતા હોય છે તોય નથી મળતી.
‘ટાફ’ આયોજીત ‘ફટાફટી’ ફેમિલી સ્ટેન્ડ અપ કોમેડી શો ભવ્યથી અતિભવ્ય સફળતા સાથે સંપન્ન થયો. આમ તો અમદાવાદની કોઇપણ ઇવેન્ટ થતી હોય તો એવી ખબર હોય કે ૮:૦૦ વાગ્યાનો સમય છે ને તો ઓડિયન્સ ૮ થી લઈ ૮:૩૦-૯ સુધી આવશે. અને શો નો ટાઈમ ભલે ૮નો હોય પણ શરું તો ૮:૩૦ જ થશે. સામાન્યપણે મોટાભાગની ઇવેન્ટ્સમાં આ જોતાં આવ્યા છીએ. આજે ઔતિહાસિક ઘટના એ હતી કે ‘ફટાફટી નો ‘ઓફિસયલી ટાઈમ ૮:૦૦ વાગ્યાનો હતો અને ૭:૪૫ સુધી તો જગ્યા ફુલ થઇ ગઈ હતી. શો શરું થવાની ૧૫ મિનિટ પહેલાં જ હાઈસ્કૂલ. ઓડિયન્સ જોઈને આનંદ પણ હતો ને એક ચિંતાય હતી કે હવે બીજા લોકો આવશે એ બેસસે ક્યાં. ૧૫૦થી ૨૦૦ માણસની ગણતરી હતી એમાં અંદાજીત આજે ૩૫૦ કરતાં વધું લોકોએ આજની ઇવેન્ટમાં હાજરી આપી. આ અદભૂત ઔતિહાસિક સફળતા નજારોનજર જોવા, માણવા અને એમાં ભાગીદાર થવાની તક મળી એ આનંદની અનુભૂતિ કરાવતી લાગણી છે. કારણ કે, અમુક ઘટનાઓની શહેરના ચોકથી, ગામડાંના ઓટલેથી અને અર્બન નગરના ચા-કોફી કોફીના પ્લેટફોર્મ પરથી વારંવાર ચર્ચાઓ થતી હોય ત્યારે આ ઇવેન્ટની પણ વિશેષ નોંધ લેવાશે અને ત્યારે કોઈ યાદ કરશે કે અરછા, એમાં નેલ્સન પણ ટીમમાં હતો અને સૌથી વધું જોક્સ માટેનું મટીરીયલ પણ તેના નામે હતું એજ ને?!…યસ…આજ આનંદની અનુભૂતિ કરાવતી ક્ષણ છે જેના માટે લોકો લાખો કરોડો ખર્ચતા હોય છે તોય નથી મળતી...
તન્મય શેઠ…..નામ તો સુના હી હોગા! યસ ટાફ ગ્રુપના કર્તા-હર્તા. જેમના આયોજન થકી, જેમની સમજણ શક્તિ, નિર્ણયશકિત, મેનેજમેન્ટ પાવર અને કોઈપણ ઇવેન્ટને Next લેલવે કેવી રીતે પહોંચાડવાની છે તેનું માઇક્રો પ્લાનિંગ સાથેની તૈયારી સાથે મેદાનમાં ઉતરતાં હોય છે એવા તન્મયભાઈ જેમનાં વગર ‘ટાફ’ અને ઇવેન્ટ બેવ અધુરું છે તે આ ‘ફટાફટી’ ઇવેન્ટની સફળતાનો પાયો છે. ઇવેન્ટ કંઈ કરવાની છે એ તો નક્કી થઈ ગયું હોય પણ તેમાં સૌથી મહત્ત્વનો ભાગ જેમનો હોય છે એ છે પરફોર્મર….એટલે જેમના કારણે આટલી મોટી સફળતા મળી છે એવા ‘ફટાફટી’ કલાકારો. જેમાં કાર્યક્રમ જાણીતાં લેખક, દિગ્દર્શક અને અભિનેતા ધારેશ શુક્લ.. શું કહેવું યાર દોસ્ત…મોજ કરાવી દીધી, અદ્ભુત એન્કરીંગ, એમ તો કોઇપણ શો માં એન્કરનો પાર્ટ બહું મહત્વનો હોય છે કારણ કે ઓડિયન્સને પકડી રાખવાનું કામ એન્કરનું છે અને તે ધારેશે ખૂબ સફળતા પુર્વક પાર પાડ્યું. ખૂબ ખૂબ અભિનંદન. બીજા જે જાણીતાં હાસ્યલેખક/હાસ્ય કલાકાર અને સ્ટેન્ડ કોમેડી કરતાં જાણીતાં કલાકારો હતાં તેમાં યોગેશ જીવરાણી. આ યોગેશભાઇ કાંઈ સ્ટેન્ડ અપ કોમેડીયન કે સાદા કોમેડીયન પણ નથી. આ પહેલો શો હતો એમનો. યોગેશ એવા બેસ્ટમેન ટપ્પો પડતાં પહેલાં જ વિજય રુપાણીની જેમ અડધી પીચે આવી બ્રાઉન્ડી બહાર બોલ ફેંકી દે, કહેવાનો મતલબ કે યોગેશભાઈનું સેન્સ ઓફ હ્યુમર ગજ્જબનું છે. અને આજે તેનો ભરપુર ઉપયોગ કરી મોજ કરાવી દીધી. કમલેશ દરજી એટલે KDLive, આપણે સોશિયલ મીડિયા પર ઘણીવાર માણ્યાં જ છીએ આજે તેમણે ટાફ ગ્રુપનો પ્રોગ્રામ હતો તો ગ્રૂપના જ લોકો અને ગ્રૂપના જ મેસેજોને સાંકડીને તેમના નિયમિત observation ને કોમેડીમાં ઢાળ્યુ એ અદભૂત સંગમ હતો. શ્રુજલ દોશીનું કોમેડી ટાઈમીંગ ગજ્જબ હતું. તેમણે પણ ટાફ ગ્રુપને પોતાનું કન્ટેન્ટ બનાવી અદભૂત રીતે રજુઆત કરી જેમાંથી લોકોએ પણ બહુ મોજ લીધી. સુરજ બરાલીયા જે રીતે જનરલ ઓડિયન્સ સાથે કન્ટેન્ટ થઈને પોતાની કલા રજૂ કરી એ પણ માણવા લાયક રહી. આ સમયે એક પરફોર્મર હતાં પણ આકસ્મિક સંજોગોને કારણે હાજર ન રહી શક્યા એવા કવિ શ્રી તાહા મન્સૂરી ને યાદ કરવા જ રહ્યા અને ગુજરાતના જાણીતા લેખક, હાસ્યકલાકાર, અભિનેતા, દિગ્દર્શક, જેમનાં ગીતો જલ્સા કર બાપુ જલ્સા કર, માધુરી મીલી રસ્તે મે જેવા ફેમસ ગીતો છે વિનય દવે એ જે રીતે રજુઆત કરી અને એમાં પણ ટેલિકોલર વાળી રમુજીમાં તો ગજ્જબ મજા આવી. આપ સહુ મિત્રોએ એટલી મજા કરાવી છે કે, આપનો આભાર માનીએ એટલો ઓછો છે.
આખી ઇવેન્ટમાં જો કોઈ મહત્વનો ફાળો રહેલો છે તો તે છે સ્પોન્સર્સ… સૌથી પહેલાં તો ટી પોસ્ટની જ વાત કરીએ તો તેવા માટે તન્મયભાઈ લખે છે. “જો ટાફ અમારી મા હોય તો ટી-પોસ્ટ અમારી માસીનુ આંગણુ બન્યુ છે. દર્શન ભાઇ, આપના ટાફ ગ્રુપ માટેના અસ્ખલિત ઉમળકા અને મસાલેદાર ચા સમાન ઉભરા સામે નતમસ્તક!”
એજ રીતે તન્મયભાઈએ અન્ય બધાં સ્પોનસર્સની ટુંકમાં વિગત લખી છે. “( મેકઅપ) ખુબ-ખુબ આભાર ધનલક્ષ્મી આપ ખરેખર ટાફ ના લક્ષ્મી છો
આપનો નિસ્વાર્થ સહયોગ હરહંમેશ અમને મળતો રહ્યો છે” “તલોદ ફુડ -ખુબ-ખુબ આભાર કેયુર ભાઇ “ટાફને ફરમાયા, આપને સહર્ષ સ્વીકાર કીયા” આપનો સહયોગ અમને નિરંતર મળતો જ રહ્યો છે.” Dipak Mehta Sfw By Seema Mehta આપના કાપડની ચમક ટાફ ઇવેન્ટને વઘુ તેજસ્વી બનાવે છે. સિમા મેહતા બ્રાન્ડ નુ ટાફ ગ્રુપ સાથેનુ આ હાથ વણાટ, દોસ્તીની એક નોખી જ ભાત ઉપસાવે છે. ખુબ-ખુબ આભાર શ્રી દીપક ભાઇ મેહતા. ટાફ ગ્રુપ માટે બ્રાન્ડ “નાયરા” એ નાયરા નથી, એ છે “હા યારા” અમરા સઘળાય આયોજનોમા તારા સહજ મુસ્કાન સાથેનો શાસ્વત જવાબ “થઈ જશે” એ જાણે મિત્રતાનુ એક ઉત્સ્કુષ્ટ, હકારાત્મક ઉદાહરણ છે. અલગ શહેર અને અલગ પરિસ્થિતિ હોવા છતાંય આપની ટાફ ઇવેન્ટમા ઉપસ્થિતિ ગુલાબ સાબુના રેપરને ખોલતાવેત જેમ ઓરડો મહેકી ઉઠે એમ આપના સહકાર ની સુવાસ પ્રસરી છે. ખુબ-ખુબ આભાર ભાઇ શ્રી સાહિલ રાઇમા….એ સિવાય અન્ય સપોર્ટર અને સ્પોનર જેવા કે IN Time New, GSTV, Ahmedabad Live, Alies Fashion, કાલે ઇવેન્ટમાં જેમણે ખૂબ ઉમદા કામગીરી બજાવી એવા Gennext Studio ( કૃણાલ – મનમોજી જીવડો ) અદભૂત ફોટોગ્રાફીનો લાભ મળ્યો. એ સિવાય જેમણે ઇવેન્ટની શરુઆત અને આગળના પ્રેક્ટીસ સેશનમાં સહકાર આપ્યો એવા KHAJANA BANQUET AND SUR SHIVAM STUDIO ચિરાગભાઈ તેમના દરવાજા ખુલ્લા જ મુકી દીધા એમ કહીએ તોય ખોટું નથી. મમ્મીનું ટિફિન – રૂપલબેન ઝવેરી, ફરકી – હર્ષભાઈ તરફથી પણ અવારનવાર સહકાર મળતો રહ્યો. આવા તો અનેક ટાફ મિત્રોએ સહકાર આપી સમગ્ર ઇવેન્ટને સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
‘ફટાફટી’ની સફળતાનો શ્રેય દરેક દરેકને આપી શકાય જેમણે નાનામાં નાની ફરજ બજાવી છે. પણ જો કોઈનું નામ લેવું હોય અથવા તો ખાસ આભાર માનવો હોય તો એ છે ‘ટાફ’ની સોશિયલ મીડિયા ટીમ. સોશિયલ મીડિયા ટિમમાંથી સિધ્ધાર્થભાઈને સોંપવામાં આવેલી મહત્વની જવાબદારી એટલે RSVP અને તેમણે બહું જ ઉમદા અને સફળતા પુર્વક પોતાની ફરજ નિભાવી. આમ તો સોશિયલ મીડિયા ટીમ ના દરેકે દરેક સભ્યોએ ખૂબ જ એક્ટીવ રીતે તેમને સોંપવામાં આવેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી અને તેથી જ તમે આ ઇવેન્ટની સફળતા જોઈ શકો છો. દરેક સભ્યોનો આભાર! સૌથી વધારે જો સફળતાની ક્રેડિટ આપવી હોય તો એ છે ઓડિયન્સ. ટાફ ગ્રુપના સભ્યો અને તેમના મિત્રો, સગાંવહાલાં, ઓળખીતાઓ અને ઇવેન્ટમાં હાજરી રહેલ દરેક વ્યક્તિઓ. આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવું ઔતિહાસિક સફળતા જ કહીં શકાય.!
જેમના કારણે આ શક્ય બન્યું છે એવા તન્મય શેઠ અને દર્શની શેઠ. કારણ કે કોઇપણ ગ્રુપ બનાવી દેવું એકદમ સરળ છે પણ તેને સફળતા પુર્વક ચલાવવું એ અઘરું છે અને આવું જ અઘરું કામ સરળતા અને સહજતાથી કરી રહ્યા છે. કોઈપણ ઇવેન્ટ હોય એમાં પાયો મજબૂત હોય એટલે એ સફળતાની ટોચે પહોંચે જ અને ટાફ ગ્રુપમાં એવું જ છે પાયો જ એકદમ મજબૂત છે એટલે સફળતા મળે જ છે….❤️
– નેલ્સન પરમાર