RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટનું ગૌરવ :દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયા ‘ઈન્ટરનેશનલ ગોલ્ડન અચીવર એવોર્ડ’થી સન્માનિત

તા.૨/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

દિલ્હી ખાતે ‘વિકસિત ભારત-૨૦૪૭’ કોન્ક્લેવમાં રાષ્ટ્રીય મુદ્દાઓ પર મંથન, ૩૬થી વધુ હસ્તીઓનું સન્માન

Rajkot: તાજેતરમાં દિલ્હી ખાતે મન કી ઉડાન ફાઉન્ડેશન દ્વારા ‘ઈન્ટરનેશનલ ગોલ્ડન અચીવર એવોર્ડ – ૨૦૨૬’ અને ‘વિકસિત ભારત-૨૦૪૭’ રાષ્ટ્રીય કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દેશભરના રાજકારણ, ફિલ્મ, ઉદ્યોગ અને સમાજસેવા ક્ષેત્રનાં ૩૬થી વધુ પ્રતિષ્ઠિત હસ્તીઓને તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં રાજકોટનાં ગૌરવ સમાન દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયાને તેમના વિશિષ્ઠ પ્રદાન બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતાં. આ તકે સોનલ વસોયાએ મન કી ઉડાન ફાઉન્ડેશનનાં અધ્યક્ષા એડવોકેટ ચંચલ ગુપ્તાનો ખાસ આભાર માન્યો છે.

‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝનને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કોન્ક્લેવમાં શિક્ષણ, આરોગ્ય, એમ.એસ.એમ.ઈ., ડિજિટલ ઈન્ડિયા, મહિલા સશક્તિકરણ, યુવા શક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, પેરા નેશનલ ચેમ્પિયન સોનલ વસોયાએ વર્ષ ૨૦૨૪માં ટોક્યો ખાતે આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં પેરા કેનો કાયાકિંગ વોટર સ્પોર્ટ્સમાં સિલ્વર તેમજ વર્ષ ૨૦૨૫માં થાઈલેન્ડ ખાતે બ્રોન્ઝ મેડલ અપાવી ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Back to top button
error: Content is protected !!