RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ૬૫ બેઠકો પર ભાજપ, ૦૭ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર

તા.૨૮/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

વોર્ડ ૧થી ૧૪, વોર્ડ ૧૭ તથા ૧૮માં ભાજપની પેનલના ચારેય ઉમેદવારો વિજેતા

વોર્ડ-૧૫માં કોંગ્રેસના ત્રણ, ભાજપના એક, વોર્ડ-૧૬માં કોંગ્રેસના ચાર ઉમેદવાર વિજેતા

રાજકોટ મહાનગર પાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકોની ચૂંટણીની મત ગણતરી ૨૮મી એપ્રિલે યોજાઈ હતી. જેમાં ભાજપના કુલ ૬૫, કોંગ્રેસના ૦૭ ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. આમ આદમી પાર્ટી કે અપક્ષના કોઈ ઉમેદવાર વિજેતા જાહેર થયા નથી.

ચૂંટણી પરિણામમાં સામે આવ્યું છે કે, વોર્ડ ૧થી ૧૪, વોર્ડ ૧૭ તથા ૧૮માં ભાજપની પેનલના ચારેય ઉમેદવારો મળીને કુલ ૬૪ ઉમેદવાર વિજેતા થયા છે. વોર્ડ-૧૫માં કોંગ્રેસના ત્રણ, ભાજપના એક, વોર્ડ-૧૬માં કોંગ્રેસના ચાર ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.

વોર્ડ મુજબ જોઈએ તો, વોર્ડ-૧માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અંજનાબેન અલ્પેશભાઈ મોરઝરીયા (૧૮૧૬૮ મત), સેજલબેન અમિતરાજ ચૌધરી (૧૫૭૧૧ મત), જયરાજસિંહ ગજુભા જાડેજા (૧૬૩૯૮ મત) અને પરેશભાઈ વસંતલાલ ઠાકર (૧૫૮૭૯ મત) સાથે વિજેતા થયા છે.

વોર્ડ-૨માં ભાજપના દક્ષાબેન નિતિનકુમાર વાઘેલા (૧૧૭૮૯ મત), મીનાબા અજયસિંહ જાડેજા (૧૧૪૪૮ મત), શૈલેષભાઈ રવજીભાઈ વસાણી (૧૦૯૯૮ મત) અને ધૈર્ય મનીષભાઈ પારેખ (૧૧૯૫૩ મત) ચૂંટાયા છે.

વોર્ડ-૩માં ભાજપના અલ્પાબેન દિપકભાઈ દવે (૨૨૪૧૪ મત), હિનાબેન નવીનભાઈ બેલાણી (૨૦૮૫૬ મત), અજય હરેશભાઈ મજેઠીયા (૨૨૪૮૫ મત) અને નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા (૨૨૨૦૮ મત) વિજયી બન્યા છે.

વોર્ડ-૪માં ભાજપના કંકુબેન કનજીભાઇ ઉઘરેજા (૧૫૬૨૩ મત), રાજેશ્રીબેન મહેશભાઇ માલવિયા (૧૪૪૧૯ મત), કાળુભાઇ દેવદાનભાઇ કુગશીયા (૧૭૨૪૪ મત) અને ભરતભાઇ જેસાભાઇ લીંબાસીયા (૧૪૭૯૯ મત) ચૂંટાયા છે.

વોર્ડ-૫માં ભાજપના રસીલાબેન પ્રવીણભાઇ સાકરીયા (૧૨૪૫૯ મત), સ્મિતાબેન બિપીનભાઇ ગોહિલ (૧૧૮૯૫ મત), સંજયભાઇ અરુણભાઇ ચાવડા (૧૧૯૧૩ મત) અને દીલીપભાઇ હિરજીભાઇ લુણાગરીયા (૧૪૧૯૭ મત) વિજેતા થયા છે.

વોર્ડ-૬માં ભાજપના ધર્મિષ્ઠાબેન નાનજીભાઇ પરમાર (૧૧૮૭૫ મત), પૂનમ ગૌતમ મોરવાડિયા (૧૧૭૦૩ મત), અનિલકુમાર શરદકુમાર ચૌહાણ (૧૩૬૪૫ મત) અને પરેશભાઇ રમેશભાઇ પીપળીયા (૧૨૩૨૯ મત) ચૂંટાયા છે.

વોર્ડ-૭માં ભાજપના ખ્યાતીબેન કિરીટભાઈ ગોહેલ (૧૪૦૭૫ મત), વર્ષાબેન કિરીટભાઈ પાંધી (૧૩૩૮૪ મત), દર્શન હરેશભાઈ પેંગ્યાતર (૧૩૨૧૪ મત) અને નેહલકુમાર ચીમનભાઈ શુક્લ (૧૪૦૨૫ મત) વિજયી થયા છે.

વોર્ડ-૮માં ભાજપના કિરણબેન મહેશભાઈ માકડીયા (૧૬૭૪૪ મત), રીટાબેન મનજીભાઈ સખીયા (૧૫૫૪૬ મત), પ્રવિણભાઈ ભીખુભાઈ સેગલીયા (૧૪૩૫૭ મત) અને મનીષભાઈ રસીકભાઈ ભટ્ટ (૧૪૬૪૪ મત) ચૂંટાયા છે.

વોર્ડ-૯માં ભાજપના જાનકીબેન જીતુભાઈ કાટોળીયા (૧૮૫૨૪ મત), દક્ષાબેન ભરતભાઈ વસાણી (૧૮૬૦૨ મત), રાજેશભાઈ વાલજીભાઈ અઘેરા (૧૭૮૩૦ મત) અને જયસુખભાઈ મગનભાઈ કાથરોટીયા (૨૦૦૮૧ મત) વિજેતા થયા છે.

વોર્ડ-૧૦માં ભાજપના જયોત્સનાબેન પ્રફુલભાઈ ટીલાળા (૧૫૮૬૨ મત), નીતા કમલેશ લાલ (૧૪૪૨૭ મત), ઘનશ્યામભાઈ મેરામભાઈ હેરભા (૧૪૯૦૯ મત) અને અશ્વિનભાઈ પરશોતમભાઈ ભોરણીયા (૧૬૬૦૩ મત) ચૂંટાયા છે.

વોર્ડ-૧૧માં ભાજપના ભારતીબેન ફર્નાન્ડીઝ પાડલીયા (૨૩૮૨૭ મત), મિતલબેન ચેતનભાઈ લાઠિયા (૨૧૩૭૪ મત), રક્ષિત વસંતરાય કલોલા (૨૧૦૩૯ મત) અને મહેશભાઈ લવજીભાઈ પિપરીયા (૨૨૯૫૧ મત) વિજયી બન્યા છે.

વોર્ડ-૧૨માં ભાજપના કિરણબેન વસંતભાઈ હરસોડા (૧૭૫૬૦ મત), જયશ્રીબા દશરથસિંહ જાડેજા (૧૫૫૪૧ મત), પ્રદિપ રામભાઈ ડવ (૧૭૩૨૨ મત) અને કિશનભાઈ જયસુખભાઈ ટીલવા (૧૬૧૯૦ મત) ચૂંટાયા છે.

વોર્ડ-૧૩માં ભાજપના માધવી નિતિનભાઈ બદ્રકિયા (૧૧૯૭૧ મત), સોનલબેન જીતેન્દ્રભાઈ સેલારા (૧૧૩૭૨ મત), પંકજભાઈ ધીરજલાલ લુણાગરીયા (૧૨૯૬૮ મત) અને મોહિતસિંહ પૃથ્વીસિંહ જાડેજા (૧૧૮૪૧ મત) વિજેતા થયા છે.

વોર્ડ-૧૪માં ભાજપના ચંદ્રાબેન માણસુરભાઈ વાળા (૧૫૨૦૯ મત), અરૂણાબેન જયેશભાઈ આડેસરા (૧૫૯૩૩ મત), કેતનભાઈ ડાયાભાઈ ઠ્ઠુમ્મર (૧૫૭૫૦ મત) અને હિરેન લાભુભાઈ ખીમાણીયા (૧૪૦૨૬ મત) ચૂંટાયા છે.

વોર્ડ-૧૫માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મનિષાબેન પ્રવિણભાઈ રોજાસરા (૧૦૭૯૬ મત), સુધાબા રામદેવસિંહ વાઘેલા (૧૦૯૦૨ મત), મકબુલ હબીબભાઈ દાઉદાણી (૧૧૯૦૯ મત) અને ભાજપના નીલેશભાઈ રામભાઈ હેરભા (૧૧૫૨૯ મત) વિજયી થયા છે.

વોર્ડ-૧૬માં કોંગ્રેસના રસીલાબેન સુરેશભાઇ ગરૈયા (૧૧૦૧૭ મત), દિપ્તીબેન હરેશભાઇ સોલંકી (૯૨૯૫ મત), અર્જુનભાઇ પેથાભાઇ ચૌહાણ (૧૦૪૧૩ મત) અને ઇબ્રાહિમભાઇ ઓસમાણભાઇ સોરા (૧૦૨૩૯ મત) ચૂંટાયા છે.

વોર્ડ-૧૭માં ભાજપના કિર્તીબા અનિરૂધ્ધસિંહ રાણા (૧૪૩૪૮ મત), રસીલાબેન હસમુખભાઇ વૈષ્ણવ (૧૨૬૯૫ મત), કૌશિકભાઇ રમણીકલાલ ટાંક (૧૩૫૦૬ મત) અને રીંકલભાઇ ખોડીદાસભાઇ મેઘાણી (૧૨૩૯૯ મત) વિજેતા થયા છે.

વોર્ડ-૧૮માં ભાજપના દક્ષાબેન નટુભાઇ વાઘેલા (૧૫૪૯૯ મત), ભારતીબેન શૈલેષભાઈ પરસાણા (૧૪૬૪૫ મત), સંજયભાઇ રાજેશભાઇ સાગઠીયા (૧૩૯૨૦ મત) અને સંજયસિંહ ગુલાબસિંહ રાણા (૧૩૯૯૧ મત) ચૂંટાયા છે.

Back to top button
error: Content is protected !!