RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ ૫૧.૬૦ ટકા મતદાન, ૫.૦૮ લાખ નાગરિકોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

તા.૨૭.૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૬૦.૧૯ ટકા, તા.પં.માં ૬૦.૩૬ ટકા, ગોંડલ ન.પા.માં ૪૮.૫૧ ટકા મતદાન

Rajkot: રાજ્યભરમાં ૨૬મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની થયેલી ચૂંટણીના મતદાનના આખરી આંકડા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી જાહેર કરાયા છે.

જે મુજબ, રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ ૫,૦૮,૭૧૫ (૫૧.૬૦ ટકા) નાગરિકોનું મતદાન નોંધાયું છે. જેમાં ૨,૮૭,૧૩૨ પુરુષ મતદારો (૫૬.૨૯ ટકા) તથા ૨,૨૧,૫૮૩ મહિલા મતદારો (૪૬.૫૬ ટકા) દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. મહાનગરમાં સૌથી વધુ વોર્ડ નંબર-૧૫માં ૬૮.૩૯ ટકા જ્યારે સૌથી ઓછું વોર્ડ-૧માં ૪૩.૧૨ ટકા નોંધાયું છે.

રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોની ચૂંટણીમાં કુલ ૫,૭૫,૭૪૬ (૬૦.૧૯ ટકા) નાગરિકો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. જેમાં ૩,૨૬,૭૨૦ પુરુષ મતદારો દ્વારા (૬૫.૧૬ ટકા) તથા ૨,૪૯,૦૨૬ મહિલા મતદારો દ્વારા (૫૪.૭૭ ટકા) મતદાન કરવામાં આવ્યું છે. સૌથી વધુ મતદાન બેડલા ૪-બેઠક પર ૭૫.૩૧ ટકા જ્યારે સૌથી ઓછું મતદાન ૯-દડવી બેઠક પર ૪૭.૨૯ ટકા નોંધાયું છે.

જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોની વિવિધ બેઠકોની ચૂંટણીમાં કુલ ૫,૬૫,૩૦૭ (૬૦.૩૬ ટકા) નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં ૩,૨૦,૭૦૦ પુરુષ મતદારો દ્વારા (૬૫.૩૩ ટકા) તથા ૨,૪૪,૬૦૭ મહિલા મતદારો દ્વારા (૫૪.૯૪ ટકા) મતદાન થયું છે.

ગોંડલ નગરપાલિકાના સાત વોર્ડની ચૂંટણીમાં કુલ ૨૫,૬૨૬ (૪૮.૫૧ ટકા) નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૧૪,૬૦૧ પુરુષ મતદારો દ્વારા (૫૩.૪૧ ટકા) જ્યારે ૧૧૦૨૫ મહિલા મતદારો દ્વારા (૪૩.૨૫ ટકા) મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન વોર્ડ નં-૪માં ૬૪.૪૩ ટકા જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ-૭માં ૩૬ ટકા નોંધાયું છે.

Back to top button
error: Content is protected !!