AHMEDABAD SOUTH ZONE

અમદાવાદમાં યોજાઈ રહ્યો છે સંગીતનો મેળો.

સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલ નો રાજપથ ક્લબ ખાતે લાઈવ કોન્સર્ટ.


પાર્થિવ ગોહિલ વિશ્વભરમાં પ્રસિદ્ધ ગુજરાતી અને હિન્દી સિનેમા ઉદ્યોગમાં છેલ્લા ૨૫ વર્ષથી પોતાના અવાજ અને અનેરી અદા થી ૨૭૦૦થી વધુ લાઈવ શૉ દ્વારા ગુજરાતી લોકસંગીત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે.

પાર્થિવ ગોહિલ ના બૉલીવુડ સફરમાં દેવદાસ જેવા અમર ફિલ્મોમાં પણ અવાજ આપી નવું સંગીત પીરસવાનો પ્રયાસ હંમેશા કર્યો છે તથા એક જોરદાર પર્ફોર્મર સાથે જ એવૉર્ડ વિનર ફિલ્મ ના નિર્માતા સાથે જ વિશ્વભરમાં ગુજરાતી લોકસંગીત ને પહોંચાડનાર ભારતીય મૂલ્યોને સિદ્ધ કર્યા છે.

તા. ૩ મે ૨૦૨૫ ના રોજ શહેરના નામાંકિત રાજપથ ક્લબ ના ૫૦ વર્ષ પૂરા થઈ રહ્યા હોય તે ઉપલક્ષમાં પાર્થિવ ગોહિલ લાઈવ ઇન કોન્સર્ટ નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત પાર્થિવ ગોહિલ અને માનસી પારેખના પ્રોડક્શન હેઠળ બની રહેલી આગામી ફિલ્મ “શુભચિંતક” નું પ્રથમ પ્રોમો ગીત ને પણ લોન્ચ કરવામાં આવશે જેમાં ફિલ્મના કલાકારો સ્વપ્નિલ જોશી અને માનસી ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહેશે.

તા. ૩ મે ૨૦૨૫ ને સાંજે ૭ ૩૦ વાગ્યાથી રાજપથ કલબની લૉન માં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશાલ બગડીયા અમદાવાદ
9925839993

Back to top button
error: Content is protected !!