AMRELI CITY / TALUKORAJULA

રાજુલા મહિલા સંઘવી કોલેજ ખાતે 25,વર્ષ પૂર્ણ તથા વિશેષ કાર્યક્રમ યોજાયો

રાજુલા મહિલા સંઘવી કોલેજ ખાતે 25,વર્ષ પૂર્ણ તથા વિશેષ કાર્યક્રમ યોજાયો

શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ તથા વિમળાબેન હરકિશનદાસ મહેતા કન્યા છાત્રાલય રાજુલા ,બંને સંસ્થા ના સંયુક્ત ઉપક્રમે 25 વર્ષ પૂર્ણ થતા વાર્ષિક મહોત્સવ રજત પગરવ મહોત્સવ ની રંગારંગ ઉજવણી કરવામાંકરવામાં


જેમાં વાર્ષિક મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ જેમાં સંસ્થાના ટ્રસ્ટી મહોદય શ્રી અનંત ભાઈ શાહ તથા શ્રીમતી ઈલાબેન કે. શાહ તથા પારસ ભાઈ શાહ તથા ડૉ. કવિતાબેન શાહ , કીર્તિદેવસિંહ ગોહિલ તથા શ્રી કેતનભાઇ રૂપેરા તથા કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ તથા કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજા તથા મહેમાનો ની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાયો. સૌપ્રથમ પ્રાર્થના ગીતથી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવેલ ત્યારબાદ મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવેલ. ત્યારબાદ કોલેજ પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. સાથે પ્રો. ડૉ. મિતલબેન નાયી દ્વારા વાર્ષિક અહેવાલ નું વાંચન થયેલ. કોલેજનું મુખપત્ર ઉડાન નું વિમોચન મહેમાનોના વરદ હસ્તે કરવામાં આવેલ. છાત્રાલય ની બહેનો દ્વારા સ્વાગત ગીત અને ગણપતિ વંદના કરવામાં આવેલ. ત્યારબાદ ગોપી રાસ, પંજાબી રાસ, રાજસ્થાની રાસ,મહારાસ , તામિલી રાસ, ફ્યુઝન ડાન્સ તથા માઇમ તથા મરાઠી રાસ, ચારણ કન્યા અભિનય નાટક નૃત્ય પિરામિડ જેવી અનેકો પ્રસ્તુતિ દર્શક વર્ગમાં તાળી ઓ ની ગુંજ થી વધાવવામાં આવી હતી જાણીતા લેખિકા વૃંદાબેન મહેતા તથા જે. એ સંઘવી હાઈસ્કૂલ ના આચાર્ય જે એમ્ વાઘ તથા દેવકા વિદ્યાપીઠ આચાર્ય બેલાબેન નાયર તથા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા તથા વસુંધરા પેઢી ના માલિક બીપીનભાઇ મહેતા તથા કારોબારી સભ્ય બીપીનભાઈ લહેરી તથા લતાબેન લહેરી તથા કારોબારી સભ્ય ગિરધરભાઈ ઉનાગર તથા નગરપાલિકા ભૂતપૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન વિમળાબેન ઉનાગર તથા નિવૃત્ત આચાર્ય દીનાબેન જાદવ એ ટુ ઝેડ સ્ટોરના માલિક નિલેશભાઈ દોશી તથા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ તથા અજયભાઈ ગોહિલ આરીફ ભાઈ જોખિયા તથા જુસબભાઈ ભોંકીયા તથા અતુલભાઈ વાઘેલા તથા ઑમ ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રિન્સીપાલ ભાવેશ ભાઈ કળસરિયા તથા નામી પ્રતિષ્ઠિત નાગરિકો અધિકારીઓ કાનાબાર ન્યૂઝ ચેનલ ના પત્રકાર યોગેશ ભાઈ કાનાબાર તથા પત્રકાર ગોપાલ ભાઈ રાઠોડ તથા વાલીશ્રી ઓ માતાઓ બહેનો ઉપસ્થિત રહેલ.તમામ કૃતિઓને પુરસ્કૃત કરવામાં આવી. ત્યારબાદ કોલેજ ના એન. એસ.એસ વિભાગ તથા છાત્રાલય ના તથા કોલેજના બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર ના સ્થાને રહેલ વિદ્યાર્થીની બહેનો ને મહેમાનોના વરદ હસ્તે રનીંગ શીલ્ડ અર્પણ કરવામાં આવ્યો.વર્ષ દરમિયાન યોજેલ વિવિધ સ્પર્ધાઓ તથા શૈક્ષણિક સ્તરે અગ્ર ક્રમાંક પ્રાપ્ત કરનાર તમામ બહેનોને મહેમાનોના વરદ હસ્તે શિલ્ડ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. કોલેજનાઆર્ટ્સ વિભાગના બેસ્ટ સ્ટુડન્ટ ધ ધાખડા રિદ્ધિબેન નાગજીભાઈ તથા કોમર્સ વિભાગના બે સ્ટુડન્ટ ઓફ ધ યર ક્રિષ્નાબેન બળવંતભાઈ પરમાર ને તથા એન.એસ .એસ બેસ્ટ સ્ટુડન્ટ ગુજરિયા હિરલ બેન મહેશ ભાઈ તથા મકવાણા દિવ્યાબેન મનુ ભાઈ તથા ખાસ શિબિર માટે સોંડાની કંગનાબેન વિજય કુમાર તથા શિયાળ તેજલબેન કિશોરભાઈ ને મહેમાનો ના વરદ હસ્તે શિલ્ડ એનાયત કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ ને મહેમાનો દ્વારા પુરસ્કૃત કરવામાં

આવેલ.આભાર દર્શન કેમ્પસ ડાયરેક્ટર ડો.જીગ્નેશ ભાઈ વાજા એ કરેલ. કાર્યક્રમ નું સંચાલન પ્રો.ડો.હેમાબેન ગોસ્વામી તથા નંદિનીબેન ઝગડા નું સુંદર અભિનય શૈલી માં કરેલ.આ સમારંભ માં હું તમામ પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થિની બહેનો એ જહેમત ઉઠાવી સુપેરે સફળતાપૂર્વક સંપન્ન કરેલ.

Back to top button
error: Content is protected !!