ખાંભામાં અગ્નિવિર્ તાલીમ પામેલ યુવાન ભરત ફરતા ભવ્ય સ્વાગત
- રિપોર્ટર ભાવિક કણસરિયા ખાંભા
ખાંભા શહેરમાં ક્ષત્રિય આહિર સમાજનો યુવાન વિજય ભૂકણ અગ્નવિર આર્મી માં તાલીમ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..
ખાંભા શહેરમાં ક્ષત્રિય આહીર સમાજનો યુવાન વિજય મનુભાઈ ભૂકણ અગ્ન્નીવીર આર્મી ની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા જેથી ખાંભા શહેર માં હરખ છવાયો હતો જેથી ગ્રામજનોએ વાજતે ગાજતે ફૂલડે વધાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો વધુમાં અગ્નિવર આર્મીમાં જોડાય અને સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરે યુવાન તેવી ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી આ ભવ્ય સ્વાગત માં ગ્રામજનોએ સંતોએ યુવાનને ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કર્યો હતો ભવ્ય રેલીમાં ખાંભા શહેરના ગ્રામજનો વેપારીઓ ક્ષત્રિય આહીર સમાજ ના યુવાનો આગેવાનો તેમજ ખાંભા શહેરના સરપંચ તેમજ રાજકીય આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનને વધુમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી
રિપોર્ટર ભાવિક કલસરિયા ખાંભા