AMRELI CITY / TALUKORAJULA

રાજુલા ફેમીલી કોર્ટના સજા વોરંટનો આરોપી બે વર્ષ બાદ ઝડપાયો, ભરણપોષણ ન ભરતા કેદની સજા

રાજુલા પોલીસે કરી કાર્યવાહી

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા ફેમીલી કોર્ટના સજા વોરંટનો આરોપી બે વર્ષ બાદ ઝડપાયો, ભરણપોષણ ન ભરતા કેદની સજા

રાજુલા, અમરેલી:
રાજુલા ફેમીલી કોર્ટ દ્વારા જારી કરાયેલા સજા વોરંટમાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે રાજુલા પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસ દ્વારા માનવ સ્રોત અને ટેકનિકલ માહિતીના આધારે કરવામાં આવેલી તપાસમાં આ સફળતા પ્રાપ્ત થઈ છે.

માહિતી મુજબ, ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી આર.વી. અસારી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ કોર્ટના વોરંટ ધરાવતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસે કાર્યવાહી તેજ કરી હતી.

ફેમીલી કોર્ટમાં દાખલ કેસ મુજબ આરોપી મેહુલભાઈ કિશોરભાઈ ઓઝાએ પોતાની પત્ની અને સગીર પુત્રને દર મહિને રૂ. 1000-1000 મુજબ કુલ રૂ. 2000 ભરણપોષણ આપવાનો કોર્ટનો હુકમ હોવા છતાં 27 માસથી રકમ ચૂકવી નહોતી. જેના કારણે કુલ રૂ. 54,000 બાકી અને રૂ. 500 ખર્ચ સાથે ચૂકવણીમાં કસુર કરતા કોર્ટ દ્વારા 540 દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી.

આરોપી લાંબા સમયથી કોર્ટમાં હાજર ન રહેતા અને નાસતો ફરતો હોવાથી તેના વિરુદ્ધ સજા વોરંટ બહાર પાડવામાં આવ્યો હતો. રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. કોલાદરાના નેતૃત્વ હેઠળ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આખરે પોલીસ ટીમે જુની બારપટોળી વિસ્તારમાંથી આરોપી મેહુલભાઈ ઓઝાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર કામગીરી નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. કોલાદરા અને પો.સબ ઇન્સ્પેક્ટર એમ.એફ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ હિંડોરણા બીટના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!