Rajkot: Raj Bhavan Gandhinagar ખાતે રાજ્યપાલશ્રી Acharya Devvrat દ્વારા “સામાજિક સમરસતા મહોત્સવ – 2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

તા.૧૬/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ડો. બાબાસાહેબ આંબેડકર ની 136મી જન્મ જયંતિ નિમિતે Raj Bhavan Gandhinagar ખાતે રાજ્યપાલશ્રી Acharya Devvrat દ્વારા “સામાજિક સમરસતા મહોત્સવ – 2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં સમરસતા, સમાનતા અને એકતા વધારવાનો હતો.
આ અગાઉ રાજ્યપાલશ્રીએ ગુજરાતના દરેક જિલ્લામાંથી એક ગામની પસંદગી કરીને ત્યાં રાત્રિ રોકાણ સાથે મુલાકાત યોજી હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે રાજ્યપાલશ્રીએ પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું.રાત્રિ દરમિયાન રાજ્યપાલશ્રીએ ગામના સામાન્ય અને અનુસૂચિત જનજાતિ પરિવાર એવા જેન્તીભાઈ પરમારના નિવાસ સ્થાને જઈ તેમના પરિવાર સાથે ભોજન લીધું હતું, જે સામાજિક સમરસતા અને ભાઈચારા માટે એક પ્રેરણાદાયી પગલું હતું.
ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવા કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, તે તમામ પરિવારોને રાજ્યપાલશ્રીએ પોતાના નિવાસ સ્થાને આમંત્રિત કરી આ મહોત્સવ ઉજવ્યો હતો. આ અવસરે બાબાસાહેબ આંબેડકરની 136મી જન્મ જયંતિની ઉજવણી સાથે સામાજિક સમરસતાનો સંદેશ વ્યાપક રીતે પ્રસારિત કરવામાં આવ્યો હતો. રાજ્યપાલશ્રીએ પોતાના વક્તવ્યમાં લુણીવાવ ગામમાં કરેલ રાત્રિ રોકાણનો ભાવુક અનુભવ વ્યક્ત કર્યો અને સમરસતાના મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે સૌને પ્રેરિત કર્યા.
આ કાર્યક્રમમાં દેશની રાષ્ટ્રપતિ Droupadi Murmu, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ Shankar Chaudhary, મુખ્યમંત્રી Bhupendra Patel, ગૃહમંત્રી Harsh Sanghavi તેમજ શિક્ષણ પ્રધાન Prajyumnsinh Jadeja સહિતના મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
તમામ મહાનુભાવોએ સાથે ભોજન લઈ સમાજમાં સમરસતા અને એકતાનો સશક્ત સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લુણીવાવ ગામના જેન્તીભાઈ પરમારનો પરિવાર તેમજ શાળાના શિક્ષક તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તા ગોંડલ ના મંત્રી શ્રીરવીન્દ્રભાઈ સરવૈયાને રાજભવન તરફથી આમંત્રણ મળતા તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સમાજમાં સમાનતા, સહિષ્ણુતા અને ભાઈચારા વધારવા માટે એક પ્રેરણારૂપ બની રહ્યો છે.




