RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: અવસર આવ્યો લોકશાહીનો..રાજકોટ જિલ્લાના નાગરિકોએ મતદાનના શપથ લીધા

તા.૧૬/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

મતદાન જાગૃતિ ઝુંબેશ હેઠળ કામદારોને ચૂંટણી પર્વમાં ભાગીદાર બનવા પ્રેરિત કરાયા

Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તે માટે જાગૃતિ લાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ઓદ્યોગિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ-કામદારોએ મતદાનના શપથ લીધા હતાં.

જિલ્લા રમતગમત અધિકારી દ્વારા રાજકોટ શહેરના વિવિધ રમતગમત સંકુલો જેવાકે ક્રિકેટ મેદાન, સ્વિમિંગ પૂલ રેસકોર્ષ ખાતે રાજકોટ શહેરના નાગરિકોએ મતદાન કરવા અંગે તથા અન્યોને મતદાન અંગે જાગૃત કરવાના શપથ લેવડાાવવામાં આવ્યા હતા.

શાપર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગુજરાત ઇન્ટ્રક્સ લિ. તથા મેટોડા GIDC, રાજકોટમાં આવેલી એન્જલ પમ્પ્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે મતદાન અને મતદાન જાગૃતિ અંગે ક્વિઝ સ્પર્ધા અને અવેરનેશ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કામદારોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે લોકશાહીમાં મતના મહત્વ અને મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં નાગરિકોની ભૂમિકા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ફેક્ટરીઓના કામદારોએ મતદાન કરવાના સંકલ્પ સાથે કોઈપણ લોભ-લાલચ વગર મતાધિકારનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Back to top button
error: Content is protected !!