રાજુલા ના જય ભૂતડા દાદા ગ્રુપ ના યુવાનો એ કર્યું એક અનોખું કાર્ય
યોગેશ કાનાબાર રાજુલા..
રાજુલા ના જય ભૂતડા દાદા ગ્રુપ ના યુવાનો એ કર્યું એક અનોખું કાર્ય
આ કાર્ય ને લોકો એ બિરદાવ્યું
દરેક સમાજ ના લોકો ને આવા સારા કામ કરવા ની કરી અપીલ..
રાજુલા શહેરના જય ભુતડા દાદા ગ્રુપના યુવાનો દ્વારા એક અનોખું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું આ ગ્રુપ છેલ્લા ત્રણ વર્ષથી સેવાકીય કાર્યો કરે છે ત્યારે આ વર્ષે તેમણે એક ખાંભા ગામના પરિવારની દીકરી આ દીકરીને તેના પિતા ના હોવાથી અને 17 વર્ષ પિતા પિતા વગરની છત્ર છાયામાં આ મોટી થયેલી દીકરીને દીકરીને પરણાવાની જવાબદારી આ ગ્રુપ દ્વારા લેવામાં આવી અને ત્યારે મોટા લીલીયા ગામના એક યુવાન સાથે આ આ દીકરીના લગ્ન કરવામાં આવ્યા આ યુવાન ને પણ તેમના માતા ન હોવા નું આ ગ્રુપ દ્વારા જણાવવામાં આવેલ ત્યારે દીકરીને પિતા અને પરણનાર યુવાનને માતા ન હોવાથી આ બંને પરિવાર ના તમામ સભ્યો આ પ્રસંગે હાજર રહેલા અને આ ભૂતડાદાદા યુવા ગ્રુપ દ્વારા ધામ ધૂમથી અને હિન્દુ શાસ્ત્ર વિધિ મુજબ આ લગ્ન સંપન્ન કરવામાં આવ્યા પણ સાથે ચમચીથી લઈ અને આ દીકરીને ઘરની અંદર જરૂરિયાત મુજબ તમામ વસ્તુઓ આ ગ્રુપ દ્વારા આ લગ્ન પ્રસંગે આપવામાં આવેલ ત્યારે ખાસ વાત વિદાયની આવી આ દીકરીનો વિદાય સમય આવ્યો વિદાઈ નો પ્રસંગ પ્રસંગ આવ્યો ત્યારે આ ગ્રુપના તમામ યુવાનો બાપ બની ભાઈ બની ને વિદાઈ આપી ત્યારે આ પ્રસંગે આવેલા મહેમાનોના આંખમાં પણ આંસુ જોવા મળ્યા ત્યારે ખરેખર આજના આ યુગમાં આવું કાર્ય કરવાવાળા ખૂબ જ ઓછા લોકો જોવા મળે છે ત્યારે આ પ્રસંગમાં આવનાર તમામ લોકોએ આ ગ્રુપને આવું સુંદર કાર્ય કરવા બદલ આ ગ્રુપના તમામ લોકોએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી અને સાથે આવેલ તમામ વડીલો એ આ નવદંપતીને આશીર્વાદ તો આપ્યા પણ સાથે સાથે આ ગ્રુપ ને પણ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી અને સમાજમાં હજુ પણ આવા સારા કામ કરો અને આવી દીકરીઓ માટે તમારું ગ્રુપ આશીર્વાદ ના નિમિત બનો તેવું જણાવેલ …