ANAND CITY / TALUKO

કુંજરાવ ગામની જર્જરીત આંગણવાડીઓ સંદર્ભે સબંધિત અધિકારીનો ખુલાસો પૂછવામાં આવ્યો

કુંજરાવ ગામની જર્જરીત આંગણવાડીઓ સંદર્ભે સબંધિત અધિકારીનો ખુલાસો પૂછવામાં આવ્યો

તાહિર મેમણ : આણંદ – 25-06-2024 – આંગણવાડીઓની ચકાસણી કરી સમારકામની જરલોકોના પ્રશ્નો – મુશ્કલીઓના નિરાકરણ અર્થે અધિકારીશ્રીઓને સબંધિત ગામની મુલાકાત લઈ લોકોને મળી તેમના પ્રશ્નો- મુશ્કેલીઓને સાંભળવા અને તેના નિરાકરણ માટે કાર્ય કરવા બાબતે અધિક મુખ્ય સચિવશ્રી, મહેસૂલ વિભાગની મળેલી સૂચનાનુસાર આણંદ જિલ્લાના નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈએ તાજેતરમાં કુંજરાવ ગામની મુલાકાત લીધી હતી.

નિવાસી અધિક કલેકટરની આ મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા ગામની આંગણવાડીઓ નજર્જરીત હાલતમાં હોવાનું જણાવી ચોમાસામાં આ આંગણવાડીઓમાં પાણી પડતું હોવાની કરેલી રજુઆત બાદ નિવાસી અધિક કલેકટરએ ગામની આંગણવાડીઓની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન ૦૬ જેટલી આંગણવાડીઓ જર્જરીત હાલતમાં જોવા મળતા ઋતુરાજ દેસાઈએ આ બાબતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીનું ધ્યાન દોર્યું હતુ.

કુંજરાવ ગામની જર્જરીત આંગણવાડીઓ સંદર્ભેની માહિતી બાદ જિલ્લા કલેકટરએ તાત્કાલિક આઈ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફિસરશ્રીનો ખુલાસો પુછી કુંજરાવ ગામની આ તમામ આંગણવાડીઓનું તાત્કાલિક સમારકામ હાથ ધરવા કાર્યવાહી કરવા આદેશ કર્યો છે, એટલું જ નહી પરંતુ આ સંદર્ભે થયેલ કાર્યવાહીનો વિગતવાર અહેવાલ પણ દિન-૨માં આપવા જણાવ્યું હતુ.

જિલ્લા કલેકટર ચૌધરીએ આંગણવાડીઓના મકાનોમાં નાના ભૂલકાઓ બેસતા હોય જેને ધ્યાને લઈ પ્રોગ્રામ ઓફિસરશ્રીને જિલ્લામાં આવેલી તમામ આંગણવાડીઓના મકાનોની સ્થિતિની પણ ચકાસણી કરી દિન -૧૫ માં અહેવાલ આપવા તથા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ જિલ્લામાં આવેલી તમામ જર્જરીત આંગણવાડીના મકાનોનું પણ તાકીદે સમારકામ હાથ ધરવા તાકિદ કરી છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button