TANKARA ટંકારામાં પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ, સાસુ,સસરાની પોલીસે ઘરપકડ કરી




TANKARA ટંકારામાં પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ, સાસુ,સસરાની પોલીસે ત્રણેયની અટકાયત કરી

ટંકારા ટાઉનમાં ગત ૧૮ મે ના રોજ એક આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી પરિણીતાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે મૃતક કિંજલબેનના પિતા વિનોદભાઈ પરમાર રહે. ઊંટડી, જી.સુરેન્દ્રનગર વાળાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, લગ્ન પછી તેમના જમાઈ શુભમ હિરાલાલ પનારા, સાસુ રિનલબેન અને સસરા હિરાલાલ પનારા દ્વારા પુત્રવધૂ કિંજલને વારંવાર દહેજ અને પૈસાની માંગ માટે માનસિક ત્રાસ આપતા હતા.ફરિયાદી વિનોદભાઈની ફરિયાદ અનુસાર, જમાઈને વિદેશ ભણવા માટે ૫ લાખ રૂપિયાની માંગ કરી હતી,પણ આર્થિક હાલત ખરાબ હોવાથી તેઓ પૈસા આપી શક્યા નહોતા. આ બાબતે સાસરીયાઓએ તેમની દિકરીને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. આ ત્રાસથી કંટાળીને કિંજલબેને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

જે ફરિયાદને આધારે ટંકારા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પતિ, સાસુ-સસરા એમ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે. અને ત્રણેય આરોપીઓને કોર્ટ હવાલે કરવામાં આવ્યા છે. વધુમાં ટંકારા પોલીસ મથક પીઆઇ કે.એમ. છાસીયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.



