GUJARAT

ડાંગ જિલ્લાનાં બોરખેત લશકર્યા ગામ નજીક વરસાદી માહોલમાં એક વૃક્ષ ધરાશયી થઈ પડતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ક્યાંક ધીમી ધારનો તો ક્યાંક મધ્યમ સ્વરૂપેનો વરસાદ પડી રહ્યો છે.તેવામાં આજરોજ આહવાથી સુબિર-ચિંચલી સહીત મહાલને જોડતા માર્ગનાં બોરખેત લશકર્યાની વચ્ચે વરસાદી માહોલમાં તોતિંગ વૃક્ષ ધરાશયી થઈ પડતા કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.અહી માર્ગ સુબિર, ચિંચલી સહીત મહાલ,સોનગઢને જોડતો હોય જેથી વૃક્ષ પડવાનાં પગલે જામ થઈ ગયો હતો.જોકે માર્ગમાં વૃક્ષ ધરાશયી થઈ પડવાની ઘટનાની જાણ વહીવટી તંત્રની ટીમને થતા ઘટના સ્થળે પોહચી આ વૃક્ષને કટિંગ કરી માર્ગની સાઈડમાં હટાવી માર્ગ પૂર્વરત કર્યો હતો.અહી વૃક્ષ હટાવી દેતા કલાકોથી ફસાયેલ વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો..

Back to top button
error: Content is protected !!