ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશન ડ્રાઇવ યોજાઈ.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશન ડ્રાઇવ યોજાઈ.

અરવલ્લીમાં માન. જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શન અને સૂચન તથા માન. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને એપેડેમિક અધિકારી ની સુચિત રાહબરી હેઠળ સમગ્ર અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુ અને થયેલ કમોસમી વરસાદથી પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે હેતુસર ક્લોરીનેશન ડ્રાઇવ યોજવામાં આવી.આ ડ્રાઇવ અંતર્ગત આરોગ્ય વિભાગના ફીલ્ડ કર્મચારીઓ, ગ્રામ પંચાયતો તથા નગરપાલિકાઓના સહયોગથી જિલ્લામાં આવેલા તમામ પીવાનું પાણી પુરું પાડતા સ્ત્રોતોનું માર્ગદર્શિકા મુજબ ક્લોરીનેશન કરાયું. ઘરે ઘરે જઈ ક્લોરીનની માત્રાની ચકાસણી કરવામાં આવી તેમજ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી સુલભ બને તેની ખાતરી કરવામાં આવી.વિસ્તારોમાં રોગચાળા અટકાયતી પગલાં અન્વયે ડ્રાઇવ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ દ્વારા નાગરિકોને ઘરની આસપાસની સફાઈ, ક્લોરીન ગોળી વિતરણ, ક્લોરીનેશનના ફાયદા વિશે આરોગ્ય શિક્ષણ કામગીરી કરવામાં આવી.

માન.જીલ્લા વિકાસ અધિકારી દ્વારા વધુમાં તમામ નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને સૂચના આપવામાં આવી છે કે ક્લોરીનેશનની કામગીરી દરરોજ નિયમિત પણે કરવામાં આવે અને દરેક શહેરી વિસ્તાર તથા ગામમાં પીવાનું શુદ્ધ અને સલામત પાણી મળતું રહે તે માટે કાયમી વ્યવસ્થા અમલમાં રાખવામાં આવે.માન.જીલ્લા વિકાસ અધિકારી નાં માર્ગદર્શન હેઠળ ગતવર્ષે પણ ક્લોરીનેશન ડ્રાઇવ યોજી પહેલ કરેલ જેનાથી ધણા સારા પરિણામો મળેલ છે. આમ આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને ગ્રામપંચાયતના સહયોગથી જીલ્લાના નાગરિકોના આરોગ્ય સુખાકારી માટે મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. તથા નિયમિતપણે ક્લોરીનેશન કામગીરી માટે મોનિટરિંગ અને સુપરવિઝન થઇ રહેલ છે.

 

Back to top button
error: Content is protected !!