GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વિદેશી દારૂ – બિયર સાથે ત્રણ ઝડપાયા

MORBI:મોરબીમાં વિદેશી દારૂ – બિયર સાથે ત્રણ ઝડપાયા

 

 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર – ઘુંટુ રોડ ઉપરથી શંકાસ્પદ હાલતના ત્રિપલ સવારી બાઇકમાં નીકળેલા શખ્સોને અટકાવી તલાશી લેતા આરોપીઓના કબ્જામાંથી વિદેશી દારૂ અને બિયર મળી આવતા પોલીસે બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેયને અટકાયતમાં લીધા હતા.


મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર – ઘુંટુ રોડ ઉપરથી આરોપી અમ્રુતસિહ ઉર્ફે ઓમદેવસિંહ દાનુભા જાડેજા હિતેષભાઇ હસમુખભાઇ ખરચીયા અને પ્રવિણભાઇ કેશુભાઇ પરમારને બાઈક ઉપર વિદેશી દારૂની 8 બોટલ અને બિયરના 21 ટીન સાથે ઝડપી લઈ રૂપિયા 25 હજારના બાઈક સહિત કુલ રૂપિયા 29,500નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Back to top button
error: Content is protected !!