BHARUCHGUJARAT

અંકલેશ્વરમાં દારૂની હેરાફેરી ઝડપાઈ:સ્કોડા કારમાંથી ૮૬૪ બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ આરોપી પકડાયા,એક ફરાર

સમીર પટેલ , ભરૂચ

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ખેતીવાડી ઉત્પાદન માર્કેટની પાછળના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ડી.વાય.એસ.પી ડૉ. કુશલ ઓઝાની સૂચના મુજબ પી.આઈ પી.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસને બાતમી મળી હતી. બાતમી મુજબ બે ઇસમો સ્કોડા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો બર્ગમેન મોપેડ પર સ્થળાંતર કરી રહ્યા હતા.
પોલીસે દરોડો પાડી સ્થળ પરથી વિદેશી દારૂની ૮૬૪ બોટલ જપ્ત કરી હતી. આ સાથે વાહનો મળી કુલ ૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે કાગદીવાડના રહેવાસી શેહબાજખાન મેહબુબખાન પઠાણ, અઝહર સલીમ શેખ અને મોહમદ સાલેર ઉર્ફે શાહરૂખ રાફીક શેખને પકડી પાડ્યા છે. એક આરોપી હજુ ફરાર છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા આરોપી મોહમદ સાલેર ઉર્ફે શાહરૂખ સફીક શેખ અંકલેશ્વરના ત્રણ અને વલસાડના એક પ્રોહિબિશન કેસમાં અગાઉ પણ સંડોવાયેલો છે.

Back to top button
error: Content is protected !!